ધોરણ 10 અને ધોરણ 12ના રિપીટર્સ, ખાનગી અને પૃથ્થક મળીને કુલ પાંચ લાખ 51 હજારથી વધુ વિદ્યાર્થઈઓની પરીક્ષા આજથી શરૂ થશે. આ પરીક્ષાઓ 28 જુલાઈ સુધી ચાલશે. ધોરણ 12 સાયંસની પરીક્ષાનો સમય બપોરના અઢી વાગ્યાથી છ વાગ્યા અને સામાન્ય પ્રવાહનો સમય બપોરે અઢી વાગ્યાથી પાંચ વાગ્યાને 45 મિનિટનો રહેશે.
ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનો સમય સવારે દસ વાગ્યાથી બપોરના સવા લાગ્યા સુધીનો રહેશે. આજે ધોરણ દસમાં ગુજરાત, હિંદી, અંગ્રેજી સહિતની પ્રથમ ભાષાનું પેપર લેવાશે. ધોરણ 12 સાયંસમાં આજે ભૌતિક વિજ્ઞાન વિષયનું પેપર લેવાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં નામના મુળ તત્વો અને સામાજીક વિજ્ઞાન વિષયની પરીક્ષા યોજાશે.
ધોરણ દસમાં કુલ 12 લાખ 30 હજાર 17 વિદ્યાર્થીએ ઓનલાઈન ફોર્મ ભર્યા હતા. જેમાંથી આઠ લાખ 52 હજાર જેટલા નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે. આ સિવાયના રિપિટર્સ, ખાનગી સહિત ત્રણ લાખ 78 હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે. જેમાં 52 હજાર જેટલા એવા પરીક્ષાર્થીઓ છે. જેઓ માત્ર હિંદી વિષયની પરીક્ષા માટે નોંધાયા છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ પાંચ લાખ 42 હજાર 300 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા ચાર લાખ એક હજાર 60 થાય છે. આ સિવાય 72 હજાર 398 રિપિટર્સ, 24 હજાર 954 ખાનગી રિપિટર્સ, 10 હજાર 572 આઈસોલેટ અને 33 હજાર 316 ખાનગી વિદ્યાર્થી થાય છે.
ધોરણ 12 સામાન્યમાં કુલ એક લાખ 40 હજાર 363 વિદ્યાર્થી નોંધાયા છે. જેમાં એક લાખ સાત હજાર 711 વિદ્યાર્થી નિયમિત છે. જ્યારે 32 હજાર 652 વિદ્યાર્થી રિપિટર્સ નોંધાયા છે. ધોરણ 10ની પરીક્ષા 27, સાયંસની પરીક્ષા 26 અને સામાન્ય પ્રવાહની પરીક્ષા 28 જુલાઈએ પૂર્ણ થશે.
આજથી ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ
રાજ્યમાં કોરોનાના કેસ હવે નહિવત આવી રહ્યાં છે. ત્યારે સરકારની મંજૂરીથી શિક્ષણ પણ હવે સંપૂર્ણઅનલોક થઈ રહ્યું છે. આજથી રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ત્યારે સાથે જ સ્કૂલો અને કોલેજો પણ આજથી શરૂ થઈ રહી છે. સરકારના શિક્ષણ વિભાગે ધોરણ 12ની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટેનો વિધિવત પરિપત્ર કરી દેવાયો છે. જે મુજબ ધોરણ 12 સાયન્સ, સામાન્ય પ્રવાહ સહિત તમામ પ્રવાહની સ્કૂલોમાં આજથી ઓફલાઈન શિક્ષણ શરૂ કરાશે.