રાજ્યમાં કોરોનાના કેસ હવે નહિવત આવી રહ્યાં છે. ત્યારે સરકારની મંજૂરીથી શિક્ષણ પણ હવે સંપૂર્ણઅનલોક થઈ રહ્યું છે. આજથી રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ત્યારે સાથે જ સ્કૂલો અને કોલેજો પણ આજથી શરૂ થઈ રહી છે. સરકારના શિક્ષણ વિભાગે ધોરણ 12ની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટેનો વિધિવત પરિપત્ર કરી દેવાયો છે. જે મુજબ ધોરણ 12 સાયન્સ, સામાન્ય પ્રવાહ સહિત તમામ પ્રવાહની સ્કૂલોમાં આજથી ઓફલાઈન શિક્ષણ શરૂ કરાશે.


ઓફલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે. અને ક્લાસરૂમમાં ન આવનાર વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થા સ્કૂલોએ ચાલુ રાખવાની રહેશે. પ્રત્યક્ષ શિક્ષણ માટે વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી નિશ્ચિત નમૂનામાં લેખિત સંમતિ પત્ર મેળવવાનું રહેશે. વર્ગ ખંડોમાં 50 ટકા ક્ષમતાની મર્યાદામાં એકાંતર દિવસ મુજબ વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં શિક્ષણ માટે બોલાવવાના રહેશે. તેમજ ક્લાસમાં કોઈ પણ બે વિદ્યાર્થી વચ્ચે પુરતુ અંતર જળવાઈ તેનું અચુક પાલન કરવાનું રહેશે.


સમયાંતરે નિયમિત ક્લાસ રૂમનું  સેનેટાઈઝેશન કરવાનું રહેશે. અને સ્કૂલટના કેમ્પસમાં હેંડ વોશિય અને સનેટાઈઝ પૂરતા પ્રમાણમાં રાખવાના રહેશે. સ્કૂલના તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓએ માસ્ક ફરજીયાત યોગ્ય રીતે પહેરવાનું રહેશે.


સરકારે યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે જાહેર કરેલી ગાઈડલાઈન મુજબ દરેક કોલેજ-સંસ્થાએ ફરજીયાત નોડલ ઓફિસર નિમવાના રહેશે. જે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને કોવિડ સંદર્ભેની રોજેરોજની માહિતી રાખશે. તેમજ જરૂર પડે કોલેજના આચાર્ય અને વડાને માહિતગાર કરશે.


સરકારની ગાઈડલાઈન મુજબ યુનિવર્સિટીઓ અને કોલેજમાં યુજી-પીજીના ઓફલાઈન વર્ગોની સાથે હોસ્ટોલ પણ શરૂ થઈ રહી છે. જો કે હોસ્ટેલના દરેક રૂમમાં બેથી વધુ વિદ્યાર્થીને પ્રવેશ નહી આપી શકાય. હોસ્ટેલમાં ક્યાંય ત્રણથી ચાર વિદ્યાર્થીઓ એક સ્થળે ભેગા થઈને ગ્રુપમાં બેસ પણ નહી શકે. 


ઓફલાઈન શિક્ષણ માટે સરકારની ગાઈડલાઈન



  • શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે

  • ૫૦ ટકા ક્ષમતા સાથે વિદ્યાર્થીઓને શાળામાં બોલાવી શકાશે

  • શાળાએ ન આવે તે વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા કરવી પડશે

  • ઓફલાઈન અથવા પ્રત્યક્ષ શિક્ષણકાર્ય માટે વાલીની સહી સાથે સંમતિપત્રક જરૂરી

  • શાળામાં સામાજિક અંતરનું પાલન જરૂરી

  • વર્ગખંડને સમયાંતરે સેનેટાઈઝ કરવાના

  • શાળામાં હેન્ડ વોશિંગ પોઈન્ટ પૂરતા પ્રમાણમાં રાખવા

  • શાળાના સ્ટાફે માસ્ક પહેરવું ફરજિયાત