Gujrat rain update: ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમ કચ્છ તરફ ફંટાતા ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે રાજ્યના 480 માર્ગ બંધ કરવી ફરજ પડી છે. 2 નેશનલ હાઈવે અને 6 સ્ટેટ હાઈવે બંધ કરવામા આવ્યાં છે.  પંચાયત હસ્તકના 465 રોડ બંધ કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ 185 માર્ગ પ્રભાવિત થયા છે. સુરતના 41, મહીસાગરના 39 માર્ગ બંધ થયા છે. નવસારીના 30, પોરબંદરના 24 માર્ગ બંધ થયા છે.

ક્યાં કેટલો વરસાદ?છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 10.51 ઇંચ વરસાદ કપરાડામાં નોંધાયો છે. આ ઉપરાંત, પોશીનામાં 6.02 ઇંચ, ધરમપુરમાં 5.43 ઇંચ, રાધનપુરમાં 4.65 ઇંચ, ઉમરગામમાં 4.49 ઇંચ, ભચાઉમાં 4.37 ઇંચ, લાખણીમાં 4.09 ઇંચ અને તલોદમાં 4.02 ઇંચ વરસાદ વરસ્યો છે. પાલનપુરમાં પણ 3.09 ઇંચ વરસાદ પડ્યો છે.

  • સતલાસણા - 94 મીમી
  • ખેરાલુ -  65 મીમી
  • ઊંઝા - 52 મીમી
  • વિસનગર -  63 મીમી
  • વડનગર - 50 મીમી
  • વિજાપુર - 33 મીમી
  • મહેસાણા - 74 મીમી
  • બહુચરાજી - 45 મીમી
  • કડી - 97મીમી

આ જિલ્લામાં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગે  કચ્છમાં ભારે વરસાદની શક્યતા સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટમાં ભારે વરસાદની શક્યતા છે.ઉલ્લેખનિય છે કે, બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ડિપ્રેશન બની ગઇ છે. જે ગુજરાત પર આગામી 24 કલાક સુધી આગળ વધશે અને ત્યાં સુધીમાં તે નબળી પડે તેવી કોઇ શક્યતા ઓછી છે. જો કે નબળી પડશે તો પણ વેલમાર્ક લો પ્રેશર એરિયા બનશે તો પણ ઉપરોક્ત વિસ્તારમાં વરસાદ વરસતો રહેશે. જો આ સિસ્ટમ ગુજરાત પર નીચેની તરફ  જ ગતિ કરશે તો આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી છે અને જો ઉપર તરફ ફંટાશે તો આગામી 2 દિવસ ગુજરાતમાં મેઘતાંડવ યથાવત રહેશે.

હવામાન વિભાગની આગાહી મુજબ ખેડા, પંચમહાલ, દાહોદ,અરવલ્લી, મહિસાગરમાં પણ આજે વરસાદનું જોર રહેશે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વરસાદનું પ્રમાણ ઘટી શકે છે જો કે ત્યાં પણ મધ્યમ વરસાદ વરસતો રહેશે. આ સિસ્ટમ આગળ વધતા કચ્છમાં પણ આગામી દિવસોમાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. આ સિસ્ટમ પાકિસ્તાન તરફ જતી રહેતા બાદ વરસાદનું પ્રમાણ ઘટશે. વરસાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં આ રાઉન્ડમાં ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ સાર્વત્રિક વરસાદનું અનુમાન છે.