Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ઓગસ્ટના અંત સુધી હળવોથી મધ્યમ વરસાદ વરસશે,. મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી દિવસોમાં પણ વરસાદનું જોર યથાવત રહેશે, હવામાન વિભાગે આજે ગુજરાતના ત્રણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.વરસાદના વધુ પ્રમાણની શકયતાને જોતા આ ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ત્રણ જિલ્લામાં સાબરકાંઠા, નવસારી, વલસાડનો સમાવેશ થાય છે. આ ત્રણેય જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  આજે અન્ય જિલ્લાઓમાં પણ  ભારે વરસાદની આગાહી  કરાઇ છે. જૂનાગઢ, અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. અમદાવાદમાં   25 ઓગસ્ટે  ભારે વરસાદની આગાહી કરાઇ છે. આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદના જોરને જોતા માછીમારોને દરિયો ન ખેડવા માટે  સૂચના અપાઇ છે.

26 ઓગસ્ટથી કયા જિલ્લામાં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ બંને સિસ્ટમના કારણે 26 ઓગસ્ટ બાદ  ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદનું અનુમાન છે.  સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે.હવામાન વિભાગના અનુમાન મુજબ 28 બાદ વરસાદ થોડો ધીમો પડશે પરંતુ ઓગસ્ટના અંત સુધી ગુજરાતમાં મધ્યમ વરસાદ વરસતો રહેશે.આજના દિવસમાં રાજ્યના 108 તાલુકામાં વરસાદ વરસ્યો, આજે આઠ તાલુકામાં 2થી 4 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો, આજે વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 4.13 ઈંચ વરસાદ વરસ્યો જ્યારે આજે પારડીમાં ખાબક્યો 3.5 ઈંચ,ભેંસાણમાં  સાડા ત્રણ ઈંચ,ખેરગામમાં  ઈંચ સહિત કુલ 108 તાલુકામાં  વરસાદ વરસ્યો છે. આજે ધોરાજી, ઉપલેટા, જૂનાગઢ, વંથલીમાં  સવારથી મેઘરાજાએ ધુવાઘાર બેટિંગ કરતા અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.  બપોરના સમયે અમદાવાદમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઇ હતી. ગાજવીજ સાથે અનેક વિસ્તારમાં વરસાદ વરસતાં વૈષ્ણદેવી સર્કલ, એસજી હાઇવે, પકવાન 4 રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી.   

રાજ્યના 108 તાલુકામાં વરસાદ મનમૂકીને વરસ્યો

આજના દિવસમાં રાજ્યના 108 તાલુકામાં વરસાદ મનમૂકીને વરસ્યો, આજે આઠ તાલુકામાં 2થી 4 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. આજે વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 4.13 ઈંચ વરસાદ વરસ્યો. આજે પારડીમાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો તો  ભેંસાણમાં  સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો,  ખેરગામમાં અઢી ઈંચ,વ્યારામાં 2.28 ઈંચ, જૂનાગઢમાં 2.9 ઈંચ, જૂનાગઢમાં  2.09 ઈંચ, વડિયામાં 1.77, વંથલીમાં 1.73 ઈંચ,સોનગઢમાં 1.73, મહુવામાં 1.54 ઈંચ,વલસાડમાં 1.42 ઈંચ, પલસાણામાં 1.38 ઈંચ, વાલોડમાં 1.38 ઈંચ, વઘઈમાં 1.38 ઈંચ, નવસારીમાં 1.26 ઈંચ, વાંસદામાં 1.22 ઈંચ,બારડોલીમાં 1.18 ઈંચ, વાપીમાં 1 ઈંચ,  કામરેજમાં 1.06 ઈંચ, ડોલવણમાં એક ઈંચ, સુબીર, અમરેલીમાં એક-એક ઈંચ, આજે ડાંગ,ચીખલી, માણાવદરમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો