સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ વધુ એકવાર સરકાર સામે મોરચો માંડ્યો છે. નવેમ્બર મહિનાના ચલણના પૈસા એડવાન્સમાં ભરવા મુદ્દે વ્યાજબી ભાવના દુકાનદારોએ નવેમ્બર મહિનામાં અનાજનું વિતરણ ન કરવાની જાહેરાત કરી હતી. દુકાનદારોએ આગામી મહિનામાં ખાંડ, અનાજ વિતરણ કરવાની વ્યવસ્થા અળગા રહેવાનું નક્કી કર્યું છે.

Continues below advertisement

દુકાનદારો અનુસાર, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે એક નિયમ લાગુ કર્યો છે, જેમાં એડવાન્સમાં નવેમ્બર મહિનામાં ખાંડ, ચણા, દાળ અને અનાજના ચલણના પૈસા ભરી જવા સૂચના આપવામાં આવી છે. હજુ તો દિવાળીના તહેવારોમાં રાશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ થઈ શક્યું નથી. ત્યારે 28 ઓક્ટોબર સુધીમાં એડવાન્સમાં ચલણ ભરવાનું ફરમાન કરાતા દુકાનદારોમાં આક્રોશ છે. ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશને રજૂઆત કરી કે, તો આનો કોઈ ઉકેલ નહીં આવે તો નવેમ્બર મહિનામાં ખાંડ અને અનાજનું વિતરણ નહીં કરાય. વિતરણ વ્યવસ્થાથી ઓળગા રહી દુકાનદારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

અન્ન પુરવઠા વિભાગના પરિપત્રથી દુકાનદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. છ મહિનાથી દુકાનદારોને કમિશન ન અપાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ એડવાન્સ પૈસા ભરવાના સરકારી ફતવાને લઈને રાજ્યના વ્યાજબી ભાવના દુકાનદારો ગુસ્સે ભરાયા છે. દુકાનદારોએ આગામી મહિનામાં ખાંડ અનાજ વિતરણની વ્યવસ્થાથી અળગા રહેવાનું નક્કી કર્યું છે. દિવાળીના તહેવારના કારણે હડતાલનું એલાન કરીને દુકાનદારોએ અન્ન પુરવઠા વિભાગ સાથે લડત લડી લેવાનું મન બનાવ્યું છે. દિવાળીના દિવસોમાં અનાજ વિતરણ વ્યવસ્થા ચાલુ રાખવા સરકારનો આદેશ કર્યો છે પણ સર્વરની સમસ્યાના કારણે એક કુપન કાઢતા દુકાનદારોને આંખે પાણી આવી રહ્યું છે. આ સિવાય ફિંગર પ્રિન્ટ માટે મશીન પણ સરખી રીતે કામ કરતું નથી. આ પરિસ્થિતિની વચ્ચે દુકાનદારોનું કહેવું છે કે અન્ન નાગરિક પુરવઠા વિભાગે એડવાન્સમાં નવેમ્બર મહિનામાં ખાંડ ચણા દાળ અને અનાજના ચલણના પૈસા ભરી દેવા સૂચના આપી છે.  હજુ તો દિવાળીના તહેવારોમાં રેશનકાર્ડ ધારકોના અનાજ વિતરણ થઈ શક્યું નથી. 28 ઓક્ટોબર સુધી એડવાન્સમાં પૈસા કેવી રીતે ભરવા આ પ્રશ્નને લઈને પણ વિવાદ વકર્યો છે.                                                 

Continues below advertisement