Fake Amul Ghee Identification: અમૂલ કંપની ભારતની સૌથી મોટી ડેરી કંપની છે. વર્ષ 2023માં અમૂલ વિશ્વમાં દસમા ક્રમે હતી. ભારતના દરેક બીજા ત્રીજા ઘરમાં અમૂલ ડેરીનું જ દૂધ આવે છે. અમૂલની જાહેરાત પણ ભારતમાં ઘણા લોકોને યાદ છે. જેમાં ઘણા બાળકો સાથે મળીને કહે છે 'અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા.' દૂધ ઉપરાંત અમૂલના અન્ય પ્રોડક્ટ્સ પણ ખૂબ પ્રખ્યાત છે જેમાં અમૂલ ઘી પણ ખૂબ સારી ગુણવત્તાનું માનવામાં આવે છે.
ભારતમાં ઘણા લોકો ઘી અમૂલ ડેરીથી જ ખરીદે છે. પરંતુ કંપની એટલી નામી છે, તેનો જ ઘણા ઠગો ફાયદો ઉઠાવે છે. બજારમાં અમૂલના નામે ઘણા બનાવટી પ્રોડક્ટ્સ પણ વેચાઈ રહ્યા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર અમૂલ કંપનીએ પોતે એક પોસ્ટ કરી જેમાં જણાવ્યું કે બજારમાં નકલી અમૂલ ઘી વેચાઈ રહ્યું છે. આની સાથે કંપનીએ જણાવ્યું કે તમે કેવી રીતે નકલી અને અસલી વચ્ચે તફાવત કરી શકો છો.
આ રીતે ઓળખો નકલી અમૂલ ઘી
22 ઓક્ટોબરે અમૂલ કંપનીએ પોતાના અધિકૃત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ એકાઉન્ટ @Amul_Coop પરથી એક ટ્વીટ કરીને નકલી અમૂલ ઘી વિશે માહિતી આપી. અમૂલે લોકોને માહિતી આપતા જણાવ્યું કે બજારમાં ઘણા લોકો નકલી અમૂલ ઘી વેચી રહ્યા છે જે 1 લીટરના પેકમાં આવે છે. પરંતુ અમૂલ કંપનીએ 3 વર્ષ પહેલા જ એક લીટરના પેકમાં ઘી વેચવાનું બંધ કરી દીધું છે. એટલે કે જો તમને કોઈ 1 લીટરનું અમૂલ ઘી વેચી રહ્યું છે. તો સમજો કે તે નકલી જ છે. કારણ કે અમૂલે 1 લીટરના ઘીનું ઉત્પાદન કરવાનું બંધ કરી દીધું છે.
શરૂ કર્યા ડુપ્લીકેશન પ્રૂફ કાર્ટન પેક
અમૂલ કંપનીએ પોતાના આ અધિકૃત નિવેદનમાં જણાવ્યું, 'અમૂલે નકલી ઉત્પાદોથી બચવા માટે ડુપ્લીકેશન પ્રૂફ કાર્ટન પેકની શરૂઆત કરી છે.' કંપનીએ આ અંગે કહ્યું કે આ ડુપ્લીકેશન પ્રૂફ કાર્ટન પેકેજિંગ અમૂલની ISO સર્ટિફાઇડ ડેરીઓમાં એસેપ્ટિક ફિલિંગ ટેકનોલોજીથી બનાવવામાં આવે છે. આમાં ઉચ્ચ ગુણવત્તાના ધોરણો જાળવવામાં આવે છે.
ચેક કરીને જ ખરીદો
આની સાથે અમૂલ કંપનીએ પોતાના ગ્રાહકોને એ વાતની વિનંતી પણ કરી છે કે જ્યારે પણ તમે અમૂલનું ઘી ખરીદો ત્યારે પહેલા તેને ચેક કરીને જ ખરીદો. તમે તેની પેકેજિંગની સારી રીતે તપાસ કરી લો જેથી તમને ખબર પડે કે તે અસલી છે કે નકલી. આની સાથે અમૂલ કંપનીએ ગ્રાહકોના પ્રશ્નો અને ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર 1800 258 3333 પણ જારી કર્યો છે.
આ પણ વાંચોઃ