અમરેલી:  નકલી પોલીસ બનીને લોકોને ધમકાવતા હોવાના અને પૈસા ઉધરાવતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે ત્યારે હવે અમેરલી જિલ્લામાં નકલી CBI અધિકારી ઝડપાયો છે. નોકરીની લાલચ આપી લોકો પાસેથી પૈસા ઉધરાવતો હતો. પોલીસની જેવી નેમ પ્લેટ અને હોકીટોકી લઈને ફરતો હતો. આરોપી લોકોને CBIનો અધિકારી હોવાની ખોટી ઓળખ આપતો હતો. 


CBI એજન્સીની ખોટી ઓળખ આપી નોકરીમા રખાવી આપવા માટેના રૂપિયા પડાવી છેતરપીંડી કરતો હતો.  અમદાવાદ CBIમાં વાયરલેસ ઓપરેટર તરીકે નોકરી અપાવવાની લાલચ આપતો હતો. શહેરના એક વ્યક્તિ પાસે રોકડા 7,000 રૂપિયા પડાવતા સમગ્ર મામલે ભાંડો ફૂટ્યો હતો. બિહારનો રહેવાસી રીશુ કુમાર યુગલ પ્રસાદને રાજુલા પોલીસે દબોચી લીધો છે. દેશની CBI એજન્સીની ખોટી ઓળખ આપતા પોલીસ અધિકરીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.


 


ગુજરાતના મહેમાન બન્યા કોંગ્રેસ નેતા જયારમ રમેશ, ભારત જોડો યાત્રાને લઈને આપ્યું મોટું નિવેદન


ભારત જોડો યાત્રા કોંગ્રેસ માટે સંજીવની બનશે તેવો દાવો કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશ દ્વારા કરવામાં આવ્યો છે. ગાંધીજીના ભારત છોડો નારાના 80 વર્ષ બાદ કોંગ્રેસ ભારત જોડો યાત્રા લઈ નીકળી છે. આર્થિક વિસંગતતા, સામાજિક ધ્રુવીકરણ અને રાજકીય કેન્દ્રીકરણ સામે ભારત જોડો યાત્રા કોંગ્રેસે કરી હોવાનું જયરામ રમેશે જણાવ્યું હતું. કોંગ્રેસના ભારત જોડો યાત્રાના 17મા દિવસે સિનિયર લીડર જયરામ રમેશ ગુજરાત પહોંચ્યા છે. 


યાત્રા વિશે વાતચીત કરતા કહ્યું કે, કોંગ્રેસ માટે યાત્રા સંજીવની સાબિત થશે, ગાંધીજીએ 80 વર્ષ પહેલા ભારત છોડોનો નારો આપ્યો હતો અને હવે કોંગ્રેસ 'ભારત જોડો યાત્રા' લઈને નીકળ્યું છે. ત્યારે ભારત છોડોમાં ના જોડાયેલ લોકો આજે ભારત જોડો વિશે અપ્રચાર કરી રહ્યા છે. રાજનીતિના ઇતિહાસમાં ક્યારેય ના યોજાઇ હોય એટલી લાંબી યાત્રા લઈને રાહુલ ગાંધી નીકળ્યા છે ત્યારે ભાજપમાં તેની વિપરીત અસર જોવાની શરૂઆત થઈ ગઈ છે. 


કન્યાકુમારીથી કશ્મીર સુધી રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ભારત જોડો યાત્રા નીકળી છે, જે 17માં દિવસે 340 કિલોમીટરનું અંતર કાપી આગળ વધી રહી છે.. સાડા પાંચ મહિનામાં આ યાત્રા 3570 કિમીનું અંતર કાપનાર છે ત્યારે યાત્રા વિશે અનેક દુપ્રચાર કરાઈ રહ્યો છે. વિપક્ષી પાર્ટીઓના દુપ્રચાર વચ્ચે યાત્રાને લઈ જાગરૂકતા લાવવા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશ અમદાવાદ પહોંચ્યા છે. 


તેમણે યાત્રા અંગે વાતચીત કરતા જણાવ્યું કે રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ભારત જોડો યાત્રાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. યાત્રામાં રોજ સવારે 6 થી 11 સુધી 5000 જેટલા યાત્રીઓ જોડાઈ રહ્યા છે જ્યારે સાંજે રોજ યાત્રામાં 30 હજાર કરતાં પણ વધારે લોકો જોડાઈ એને સમર્થન આપી રહ્યા છે. 80 વર્ષ પહેલા ગાંધીજીએ અંગ્રેજો સામે લડતા 'ભારત છોડો' નો નારો આપ્યો હતો. હવે 80 વર્ષ બાદ કોંગ્રેસે 'ભારત જોડો યાત્રા' શરૂ કરી છે. એ સમયે જે લોકો અંગ્રેજોને સાથ આપતા હતા અને ભારત છોડોને સમર્થન નહોતું આપ્યું એ લોકો આજે ભારત જોડો યાત્રા વિશે અપ્રચાર કરી રહ્યા છે.