મળતી જાણકારી અનુસાર, બ્લોક હેલ્થ અધિકારી ડૉ. હેતલ નાયક, ડૉ. જીનલ મનુભાઈ પટેલ સહિતની ટીમે ફાર્માસિસ્ટને સાથે રાખીને ક્લિનિક પર દરોડા પાડ્યા હતા. જેમાં ડેડિયાપાડા નવીનગરીની હાટ બજાર ચોકડી નજીક અંજલિ ક્લિનિક ચલાવતો સિમ્પલ શશીકાંત વિશ્વાસ એક દર્દીને બોટલ ચડાવી ઈન્જેક્શ આપી સારવાર કરી રહ્યો હતો. ત્યારે આરોગ્ય વિભાગની ટીમે તેની પાસેના દસ્તાવેજોની ચકાસણી કરતા તબીબ બોગસ હોવાનું જાણવા મળ્યું હતું. શશીકાંત મૂળ પશ્વિમ બંગાળનો હોવાનું પણ જાણવા મળ્યું હતું. આરોગ્ય વિભાગના દરોડાના પગલે ડિગ્રી વિનાના અન્ય બે ડોક્ટર ભાગી ગયા હતા.
આ મામલે બ્લોક હેલ્થ અધિકારી ડોક્ટર હેતલ નાયકે જણાવ્યું કે, હાલમાં કોરોનાનો ભય છે ત્યારે હોસ્પિટલની ઓપીડી પણ ઓછી કરી દેવાઇ છે. આ પ્રકારના બોગસ ડોક્ટરો કોઈપણ ડિગ્રી વિના લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હતો.