રાજ્યમાં નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. ગુજરાત સરકારે બોગસ ડૉક્ટરો પર કાર્યવાહી કરી હતી. હવે પોરબંદરમાં બોગસ ડોક્ટર ઝડપાયો હતો. ખડા વિસ્તારમાં મેડિકલ ડિગ્રી વિના જ નિલેશ રાઠોડ નામનો ડૉક્ટર પ્રેક્ટિસ કરતો હતો. પોલીસે  દવા સહિત 60 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.


તાજેતરમાં જ સુરતમાં પોલીસે 36 કલાકમાં 15 બોગસ ડૉક્ટરોને દબોચ્યા હતા. તો ગઈકાલે પાટણ અને વલસાડના ધરમપુરમાં બોગસ ડૉક્ટર ઝડપાયા હતા. પાટણના સરસ્વતી તાલુકામાં અરમાન મન્સૂરી અને પંકજ ભરવાડ નામના બે ડૉક્ટર ઝડપાયા હતા. તો વલસાડના ધરમપુરમાં મૂળ મહારાષ્ટ્રનો કુંદન પાટીલ નામનો બોગસ ડૉક્ટર ઝડપાયો હતો. જ્યારે અન્ય 2 બોગસ ડૉક્ટર દવાખાનું બંધ કરી ફરાર થઈ ગયા હતા.


તાજેતરમાં જ વલસાડના ધરમપુર પોલીસે ત્રણ જેટલા બોગસ તબીબીઓને ઝડપી પાડ્યા હતા. ધરમપુર તાલુકા મેડિકલની ટીમે પોલીસને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. ધરમપુર તાલુકામાં પોલીસે મૂળ ધૂલિયાનો રહેવાસી કુંદન પાટીલ, ઉજ્વળ વિરેન્દ્ર મોહનતા પંગાર બારી અને બીજન ઉર્ફે મિલન બોપીનો ખુલાસો કર્યો હતો. ધરમપુર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી હતી.


સુરતમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો હતો. ભેસ્તાન પોલીસે ચાર બોગસ તબીબોની ધરપકડ કરી હતી. ઉન વિસ્તારમાં અલગ અલગ ક્લિનિક પર પોલીસે દરોડા પાડ્યા હતા. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી કાર્યવાહી કરાઇ હતી. મેડિકલ ડિગ્રી વિના એલોપેથીની પ્રેક્ટિસ કરતા બોગસ તબીબો પોલીસના હાથે રંગેહાથ ઝડપાયા હતા. એલોપેથીની દવાનો જથ્થો તેમજ મેડિકલ સાધન સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.


ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ


ગુજરાત સરકારે ડ્રગ્સના વધતા જતા દૂષણને નિયંત્રણમાં લેવા માટે કડક પગલાં લીધા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૧માં નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી અમલમાં મૂકી હતી, જે ડ્રગ્સની માહિતી આપનારને ઈનામ આપવાની જોગવાઈ કરે છે. આ પોલિસીના પરિણામે રાજ્યમાં ડ્રગ્સની જપ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે.


ઓક્ટોબર ૨૦૨૧થી ડિસેમ્બર ૨૦૨૪ સુધીના સમયગાળામાં, પોલીસે અંદાજે ₹૧૬,૧૫૫ કરોડની કિંમતનું ૮૭,૬૦૭ કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ સફળતા નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસીને આભારી છે, જે યુવાનોને ડ્રગ્સના ચુંગાલમાંથી બચાવવા અને ડ્રગ્સના વેપારીઓને પકડવામાં મદદરૂપ સાબિત થઈ રહી છે.