Accident: જેતપુર- સોમનાથ હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતાં 7 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ નિપજ્યાં છે. કારની ટક્કર એવી જોરદાર હતી કે, ઘટનાસ્થળે જ 7 લોકોના મોત થયા છે. અકસ્માત જૂનાગઢના ભંડુરી નજીક માર્ગમાં સર્જાયો હતો. એક કારમાં પાંચ વ્યકિત તો બીજી કારમાં બે વ્યકિત સવાર હોવાની માહિતી મળી છે. સાત લોકોના મોતથી જેતપુર- સોમનાથ હાઈવે પર હૃદયદ્વાવક દ્રશ્યો સર્જાયો હતો. તમામ મૃતકોના મૃતદેહને માળિયા હાટિના સરકારી હોસ્પિટલ લઇ જવાયા છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે હજુ કોઈ માહિતી મળી નથી. અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને તપાસ હાથ ધરી છે. અકસ્માતના કારણે રસ્તા પર ટ્રાફિક જામ પણ થયો હતો.
આ પહેલા તાજેતરમાં જ ગીર સોમનાથ નજીક કોડીનાર ફોરટ્રેક હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક સામ સામે અથડતા . ઉમ્બરી ગામમાં ફાટક નજીક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક ટ્રક ચાલકના પગ કપાઇ ગયા હતા. જ્યારે અન્ય એક ટ્રક સવારનો ચમત્કારિક બચાવ થયો હતો.
તો બીજી તરફ સુરત ઓલપાડના ઓલપાડના અટોદરા ગામે હૃદય કંપાવનારી ઘટના બની છે. 2 વર્ષની બાળકી કાર નીચે કચડાઈ જતાં મૃત્યુ થયું છે. સ્વર્ગ રેસિડેન્સીમાં બાળકી ઘર બહાર રમી રહી હતી. આ દરમ્યાન કાર ચાલકની બેદરકારી ને કારણે બાળકી કાર નીચે કચડાઇ જતાં ગંભીર ઇજા પહોંચી હતી. બાદ બાળકીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી પરંતુ કમનસીબે સારવાર મળે એ પહેલાં જ મત્યુ નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ સુરતના ઓલપાડ પોલીસે ચાલકની ધરપકડ કરી હતી. કાર ચાલક પણ એ જ સ્વર્ગ રેસિડેન્સીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
અંકલેશ્વર નજીક હાઇવે પર વધુ એક એકવાર અકસ્માત સર્જાયો હતો. આમલાખાડી ઓવર બ્રિજ નજીક એસ.ટી.બસ અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસ પલટી જતા મુસાફરો બસમાં ફસાયા હતા. સ્થાનિકો અને પોલીસે બસમાં ફસાયેલ મુસાફરોને બહાર કાઢ્યા હતા. અકસ્માતના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો હતા.