અમદાવાદ: મેડિકલના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે GMERS કૉલેજોમાં સરકારી તેમજ મેનેજમેન્ટ ક્વોટામાં ફીમાં વધારો કર્યો હતો. જે મામલે સરકારે વિચારણા કર્યા બાદ GMERS કૉલેજોમાં ફી વધારાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. GMERS કૉલેજોમાં ફી વધારો કરવાના નિર્ણય અંગે વાલીઓ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. સરકારી ક્વોટાની ફી 5.50 લાખથી ફરી 3.30 લાખ કરી દેવામાં આવી છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની ફી 17 લાખથી ફરી 9.7 લાખ કરવામાં આવી છે. સરકારે ફી વધારો પરત ખેંચતા વાલીઓને મોટી રાહત થઈ છે.
વાલી તેમજ વિદ્યાર્થીઓ આર્થિક ચિંતામાં મુકાઈ ગયા હતા
મેડિકલ ફીમાં 67 ટકાથી 88 ટકા સુધી ફીના વધારાના કારણે વાલી તેમજ વિદ્યાર્થીઓ આર્થિક ચિંતામાં મુકાઈ ગયા હતા. કૉલેજોમાં જે રીતે રાજ્ય સરકારે ફીનો તોતિંગ વધારો કર્યો હતો તેના લીધા નીટના ઉંચા સ્કોરના આધારે જે વિદ્યાર્થી તથા વિદ્યાર્થિનીઓને GMERS કોલેજની શક્યતા હતી તે તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ માટે કેવી રીતે નાણાકીય આયોજન કરવું તે ગંભીર પ્રશ્ન બની ગયો હતો.
વાલીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્રો આપ્યા હતા
GMERS મેડિકલ કૉલેજની ફીમાં વાલીઓની કમર તોડી નાખે તેવો વધારો કરવામાં આવ્યા બાદ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વાલીઓ તથા વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટર કચેરીએ જઈને કલેક્ટરને આવેદનપત્ર આપીને જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજની ફી માં જે વધારો ચાલુ વર્ષથી કરવામાં આવેલ છે તેને પાછો ખેચવામાં આવે તેવી માંગ કરી હતી. ફી વધારાને લઈને વાલીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
88 ટકા સુધીનો તોતિંગ ફી વધારો પાછો ખેંચવામાં આવ્યો
રાજ્યની GMERS કોલેજમાં કરાવવામાં આવેલ 88 ટકા સુધીનો તોતિંગ ફી વધારો પાછો ખેંચવામાં આવ્યો છે. મેડિકલ ફીમાં 67%થી 88% સુધીના ફીના વધારાના કારણે વાલી તેમજ વિદ્યાર્થીઓ આર્થિક ચિંતામાં મુકાયા હતા. સોસાયટીની કોલેજોમાં જે રીતે રાજ્ય સરકારે ફીનો તોતિંગ વધારો કર્યો હતો તેના લીધા નીટના ઉંચા સ્કોરના આધારે જે વિદ્યાર્થી તથા વિદ્યાર્થિનીઓને GMERS કોલેજની શક્યતા હતી તે તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ માટે કેવી રીતે નાણાકીય આયોજન કરવું તે ગંભીર પ્રશ્ન બની ગયો હતો. અંતે સરકારે આ તોતિંગ ફી વધારો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial