Gujarati ASTRONAUT GIRL: સ્પેસમાં પગરણ માંડવું એ આ દુનિયાની સૌથી મોટી પ્રસિદ્ધિ અને વૈજ્ઞાનિક સફળતા છે ત્યારે નવસારીના એરૂ ગામની યુવતીએ પોલેન્ડ

ખાતે યોજનાર નાસાના પ્રૉજેક્ટમાં સફળતા મેળવી છે, અને ચંદ્ર પર ખોરાક ઉગાડવાના સંશોધનમાં ભાગ લઈ નવસારીનું નામ દેશમાં રોશન અને ગુંજતું કરવા જઈ રહી છે. 


કહેવાય છે કે, કાળા માથાનો માનવી ધારે એ કરી શકે આ કહેવત નવસારીની દીકરીએ સાર્થક કરી છે. પોલેન્ડના લૂનાર્સ સ્પેસ રીસર્ચ સેન્ટર ખાતે બે સપ્તાહની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી ભારતમાંથી આ તાલીમ માટે પસંદ થનાર ઍકમાત્ર ભારતીય નાગરિકતા ધરાવનાર વ્યકિત, ઍસ્ટ્રૉનૉટ ટ્રેનિંગમાં બાયૉટેકનોલૉજીકલ ઓફિસર તરીકે પસંદગી થઈ છે. નવસારીના એરુ ખાતે રહેતી જેની પટેલે અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ઍક વિશિષ્ટ સિધ્ધિ મેળવી છે. પોલેન્ડ ખાતે આવેલ લૂનાર્સ રીસર્ચ સેન્ટર ખાતે છે. અવકાશી મિશનના સિમ્યૂલેશનની બે સપ્તાહની તાલીમ આપવામાં આવે છે. આ છ વ્યક્તિઓને અલગ અલગ દેશોમાંથી તેમની કાબેલિયતને ધ્યાને લઇ પસંદ કરવામાં આવે છે. જેમાં ભારતમાંથી નવસારીના જેની પટેલની બાયૉટેકનોલૉજી ઓફિસર તરીકે પસંદગી કરવામાં આવી હતી. જેની પટેલે આ સેન્ટર ખાતે બે સપ્તાહની સંપૂર્ણ આઇસૉલેશન ટ્રેનિંગ પુરી કર્યા બાદ, ઍનાલૉગ ઍસ્ટ્રોનૉટ બની નવસારી, ગુજરાત સહિત દેશનું નામ પણ ઉજળું કરી પરત ફર્યા છે.




ઉલ્લેખનીય છે કે, ઍનાલોગ ઍસ્ટ્રોનૉટ તરીકે પસંદગી પામનાર ભારતીય નાગરિકતા ધરાવતા તેઓ સૌપ્રથમ મહિલા ઍનાલૉગ ઍસ્ટ્રૉનૉટ છે. જે વ્યક્તિ પૃથ્વી પર રહીને જ માનવ અંતરીક્ષયાત્રાની સિમ્યૂલેશન તાલીમ કે તેમાં ભાગ લે છે. જેની પટેલ આ તાલીમ સફળતા પૂર્વક પૂર્ણ કરી છે. પોલેન્ડ ખાતે આ તાલીમ પૂર્ણ કરી પરત ફરેલા જેની પટેલની નવસારી વેજલપુર નગરપાલિકાના પ્રમુખે પણ રૂબરૂ મળી અભિનંદન પાઠવ્યા હતા. જેની પટેલની આ સિધ્ધિઍ નવસારીને માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ગૌરવ અપાવ્યું છે. 




જેની પટેલને હંમેશા એસ્ટ્રૉનૉટ બનવાની ઈચ્છા હતી અને તેના માર્ગદર્શક ભારતની દીકરી કલ્પના ચાવડા અને સુનિતા વિલિયમ્સ રહ્યા છે ત્યારે એસ્ટ્રૉનૉટ બનવાની દિશામાં માતા-પિતાનો અમૂલ્ય ફાળો રહ્યો છે. હવે નાસા માં જોડાઈ અને બ્રહ્માંડ વિશે વધુ જાણવાની જિજ્ઞાસા છે જેને માટે જેની અત્યારથી જ તૈયારીઓ કરી છે.