આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બહુચર્ચિત RRR ની ટિમ ના ડાયરેક્ટર એસ એસ મૌલિ,ફિલ્મસ્ટાર જુનિયર એન ટી આર અને  રામચરણે મુલાકાત લીધી. ડાયરેક્ટરે જણાવ્યું કે અમારી મુવીના જે કિરદાર છે તે પણ સરદાર પટેલથી પ્રેરિત છે. સરદારની પ્રતિમા જોઈને પ્રભાવિત થયા છે જો કદાચ સરદાર પટેલ પર મુવી બનાવવાનો મોકો મળશે તો બનાવીશ પણ સરદાર પટેલ પર મારે મુવી બનાવવું બહુ મોટી જવાબદારી હશે. 


અહીં આવીને અમારી એનર્જી  વધી ગઈ : રામચરણ 
જ્યારે ફિલ્મ ના કલાકાર જુનિયર એન ટી આર એ જણાવ્યું કે સરદાર પટેલ ને જ્યારે જોવા હોઈ ત્યારે માથું ઊંચું કરી ને જ જોવા પડે છે જેથી અમે પણ માથું ઊંચી કરી ને જ જોઈશું કદી પણ માથું નીચું નથી કરવાના. માથું ઊંચું કતી ને જ જીવીશું. અહીં આવીને અમારી એનર્જી  વધી ગઈ છે. અમને ગુજરાતી જમવાનું પસંદ છે. અમદાવાદ અને બરોડામાં ઘણા ગુજરાતી મિત્રો છે. તેમણે કહ્યું કે સરદાર પટેલ માથું ઊંચું કરીને જીવવાનું શીખવાડે છે






રામચરણે યુક્રેનમાં યુદ્ધ દરમિયાન બોડીગાર્ડની કરી મદદ  
રામચરણે કહ્યું કે યુક્રેનમાં શુટિંગ દરમ્યાન રસ્ટી નામનો તેનો બોડી ગાર્ડ હતો જ્યારે યુદ્ધ થયું ત્યારે રામચરણ પર ફોન આવ્યો અને મદદ માંગી હતી. રામચરણે જણાવ્યું કે મદદ કરી છે પણ ખૂબ મોટી મદદ ના કહી શકાય મારે હજુ એની મદદ કરવાની જરૂર હતી. રામચરણે કહ્યું કે યુક્રેનમાં 15 દિવસ અમે શુટિંગ કર્યું હતું.