ગીર સોમનાથ: ઉનામાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને યુવકે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. હાલમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. અંજાર ગામના વતની યોગેશ જણકાટે ઉનાના ગિરનારી ફાઇનાન્સમાંથી 13 લાખની લોન 2020 માં લીધી હતી અને 2.5 વર્ષ માં 33 લાખ ચૂકવ્યા બાદ પણ ફાઇનાન્સ પેઢીએ સિક્યુરિટીમાં રાખેલ ચેકમાં 9 લાખ ભરીને ચેક રિટર્નની ફરિયાદ કરી અને વારંવાર મારી નાખવાની ધમકીથી કંટાળીને યુવકે ઝેરી દવા પી લીધી હતી. મળતી માહિતી પ્રમાણે હાલ યુવક આઇસીયુમાં સારવાર હેઠળ છે. નાના શહેરોમાં ઉચા વ્યાજે લીધેલા નાણાંના ડબલ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરો લોકોને ત્રાસ આપી રહ્યા છે.
સોનિયા ગાંધીએ રાજકીય સંન્યાસના આપ્યા સંકેત
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ આ દેશમાં માત્ર એક રાજકીય પક્ષ નથી, પરંતુ તે આ દેશની જીવંત લોકશાહી છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ રાજબરેલીથી હવે ચૂંટણી નહીં લડે. આમ તેમણે રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે.
મોદી સરકાર પર પ્રહાર
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શાસક હરીફ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર દરેક બંધારણીય સંસ્થાનો ખોટો ઉપયોગ કરી રહી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને દેશ માટે આ પડકારજનક સમય છે. ભાજપ-આરએસએસએ દેશની એક-એક સંસ્થા પર કબજો જમાવ્યો છે અને તે સંસ્થાઓને બરબાદ કરવાનું કામ કરી રહ્યું છે. કેટલાક ઉદ્યોગપતિઓ સાથે મળીને દેશને આર્થિક રીતે બરબાદ કરવાનું કામ કર્યું છે.
ખડગેએ પણ આકરા પ્રહારો કર્યા
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંમેલનમાં ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપે દેશની લોકશાહી તોડવાનું ષડયંત્ર રચ્યું છે. બધાએ તેનો વિરોધ કરવો પડશે. ખડગેએ વધુમાં કહ્યું કે વર્તમાન સરકાર આકાશ, ધરતી અને પાતાળ, દેશની તમામ વસ્તુઓ વેચવાનું કામ કરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારમાં બેઠેલા લોકોના ડીએનએ ગરીબ વિરોધી છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિદેશ મંત્રી પર પણ આકરા પ્રહારો કર્યા, તેમણે કહ્યું, વિદેશ મંત્રી એસ. જયશંકરનું આ નિવેદન મોટી નિષ્ફળતાની નિશાની છે કે ચીન એક મોટી અર્થવ્યવસ્થા છે, આવી સ્થિતિમાં તેના પર હુમલો ન કરી શકાય.