ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાનું ઉના શહેર જ્યાં ગઈકાલે રાત્રે નાસભાગ મચી ગઈ જ્યારે અચાનક પથ્થરમારો થયો હતો. કુંભારવાડા વિસ્તારમાં પથ્થરમારો થતાં જ લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગ્યા હતા. પથ્થરમારા બાદ દુકાનો પણ ટપોટપ બંધ થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હતા.
મોડી રાતે SRPની એક ટૂકડી પણ ઉતારી દેવાઈ હતી. રેન્જ આઈજી અને જિલ્લા પોલીસવડાએ પણ અલગ-અલગ વિસ્તારમાં જઈ પેટ્રોલિંગ કર્યું હતું. હાલ તો 70થી વધુ લોકોને રાઉન્ડ અપ કરાયા છે. તેમની પાસે તલવાર, બેઝ બોલના ધોકા, હોકી સ્ટીક, લોખંડના પાઈપ સહિતના તીક્ષ્ણ હથિયારો પણ જપ્ત કરાયા છે. હાલ તો સ્થિતિ કાબૂમાં છે.
બજારોમાં દુકાનો ખુલતાં ચહલ-પહલ પણ જોવા મળી રહી છે. પથ્થરમારાની આ ઘટના કાજલ હિંદુસ્તાનીના ઉશ્કેરણીજનક ભાષણ બાદ બની હતી. ઉનામાં રામનવમીના દિવસે કાજલ હિંદુસ્તાનીએ ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. ત્યારથી જ ઉનામાં તંગદિલીનો માહોલ હતો. અંતે ગઈકાલે રાત્રે પથ્થરમારો થતાં પોલીસનો કાફલો ઉતારી દેવાયો હતો. ઉના પોલીસે કાજલ હિંદુસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પથ્થરમારો કરનાર ટોળા સામે પણ ગુનો દાખલ કરાયો છે.
ગીર સોમનાથના ઉના શહેરના, જ્યાં રામ નવમી ના દિવસે કાજલ હિન્દુસ્તાનીના ભડકાઉ ભાષણ બાદ ઉનામાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ બીજા દિવસે એટલે કે, 1 એપ્રિલના દિવસે અચાનક ઉના શહેર ટપોટપ બંધ થવા લાગ્યું અને ઉના શહેરભરમાં માહોલ તંગ થયો હતો. જોકે બપોર બાદ શાંતિ સમિતિની બેઠક મળી અને બેઠકમાં પણ તું તું મેં મેં થતા બેઠક રદ થઇ અને સાંજ થતાં ઉના શહેર ગીર સોમનાથ ઇન્ચાર્જ એસપી અને ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને ફરી એકવાર બેઠક મળી હતી.
કેનેડાથી અમેરિકા ગેરકાયદે ઘુસવાનો પ્રયાસ કરતા વિજાપુરના ત્રણ સહિત 8નાં બોટ પલટી જતાં કરૂણ મોત
અમેરિકા જવાથી ઘેલછામાં ફરી એકવાર 8 લોકોએ જીવ ગુમાવ્યાં છે.. ગેરકાયદે ઘુસવાના પ્રયાસમાં 8 લોકો મોતને ભેટ્યા છે. અમેરિકામાં ગેરકાયદે ઘુસવાના પ્રયાસમાં મહેસાણાના મણિપુરના ચૌધરી પરિવારના 3 લોકોના મોત થયા છે આ સાથે અન્ય 5નાં પણ મોત થયા છે. મૃતકોમાં ત્રણ લોકો મહેસાણાના મણિપુરના રહેવાસી હોવાનો ખુલાસો થયો છે. તમામ લોકો ગેરકાયદે સેન્ટ લોરેન્સ નદીમાં બોટ પર જતાં હતા આ સમયે ક્યુબેક વિસ્તારમાં બોટ પલટી ગઇ હતી. ક્યુબેકમાં હોળી પલટતાં બોટમાં સવાર આઠેય લોકોના મોત થયા છે. વીજાપુરનો ચૌધરી પરિવાર ટુરિસ્ટ વિઝા પર કેનેડા ફરવા ગયો હોવાની માહિતી મળી છે. મણિપુરના રહેવાસી ચૌધરી પરિવારના મોતના સમાચારથી સમગ્ર ગામમાં શોક વ્યાપી ગયો છે. ત્રણેય માંથી હજુ દક્ષાબેનનો મૃતદેહ નથી મળ્યો. પરિવાર મૃતદેહ ઝડપથી પરિવારને મળે માટે સરકારને અપીલ કરી રહ્યાં છે.
મૃતકના નામ
- 50 વર્ષીય પ્રવીણભાઈ ચૌધરી
- 24 વર્ષીય દક્ષા બેન ચૌધરી
- 20 વર્ષીય મીતકુમાર ચૌધરી
કેનડાના પીએમ જસ્ટીન ટ્રૂડોએ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે તેમજ તપાસાન આદેશ આપ્યાં છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ નકલી દસ્તાવેજ સાથે મુંબઇના એજેન્ટ પ્રતિ વ્યક્તિ 70 લાખ રૂપિયા લઇને આ રીતે અમેરિકા ગેરકાયદે પ્રવેશ કરાવી દેવાનો વાયદો કરે છે. આ રીતે અગાઉ પણ અમેરિકા જવાની ઘેલછામાં મેક્સિકોની બોર્ડર પર અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.