વડોદરા: રામનવમીના દિવસે વડોદરામાં પથ્થરમારો થયો થયો હતો. જે બાદ વીએચપીના સહમંત્રીએ ભડકાવ ભાષણ આપ્યું હતું. જે મામલે વીએચપીના સહમંત્રી રોહન શાહની કારેલીબાગ પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ બાદ આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. રોહન શાહને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે.. વડોદરામાં રામનવમી નિમિત્તે શ્રીરામ ભગવાનની શોભાયાત્રા પર પથ્થરમારાના બનાવ બાદ રોહન શાહએ ભડકાઉ ભાષણ કર્યું હતું. જેથી પોલીસે હવે કાર્યાવાહી કરી છે. 


ખેડાના કઠલાલ સોનપુરા પાસે ડમ્પર અને ઇનોવા વચ્ચે અકસ્માત


ખેડાના કઠલાલ સોનપુરા પાસે ડમ્પર અને ઇનોવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જોયો હતો. અકસ્માતમાં 2 યુવકનાં મોત  થયા છે. જયારે અન્ય 4ને ગંભીર ઇજા થતાં હોસ્પિટલવ સારવાર માટે લઇ જવાયા છે. તમામ યુવક પ્લેયર હોવાનું જાણવા મળ્યું છે. આતમામ યુવાનોરેલવેમાં એથલેકટીક એક્ટિવિટી સાથે જોડાયેલા હતા. અકસ્માતમાં વિનોદ રાજપાલસિંહ ચૌહાણ અને ગજાનંદ ઉપાધ્યાયનું ઘટના સ્થળે મોત થયું છે તો અન્ય ચાર ઇજાગ્રસ્ત યુવકને 108 દ્વારા હોસ્પિટલ લઇ જવાયા હતા. રોંગ સાઇડમાંથી આવતા ટ્રેક કારને અડફેટે લેતા 2 આશાસ્પદ યુવાનના મોત થયું છે.


યુવાનો રેલવેમાં એથલેકટીક એક્ટિવિટી સાથે જોડાયેલા હતા,તમામ યુવાનો ગાંધીનગરના રહેવાસી હોવાની   માહિતી મળી છે. કઠલાલ પોલીસ તથા 108 ઘટના સ્થળે પહોંચી હતી અને બંને મૃતક યુવાનોના મૃતદેહ પીએમ માટે લઇ જવાયા હતા. 4 ઇજાગસ્તોને સારવાર હોસ્પિટલ લઇ જવાયા હતા. આ યુવાનો નેશનલ ગેમમાં પણ રમી ચુક્યા છે. સ્પોર્ટસ  ક્ષેત્રના આશાસ્પદ પદ યુવાનોના મોત થતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.









ગુજરાતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં રોજ 300થી વધુ મોત થઈ રહ્યા છે. તો બીજી તરફ આજે કોરોનાને કારણે નાનપુરામાં એક આધેડનું મોત થયું છે. તેમની ઉંમર 50 વર્ષની હતી. મૃતક આધેડને પગલમાં ફ્રેક્ચર સહિતની બીમારીઓ પણ હતી. શહેરમાં વધુ ૩૭ પોઝિટીવ કેસ સામે આવતા તંત્ર પણ એલર્ટ બન્યું 


વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ લીધો મોટો નિર્ણય


ગુજરાત રાજ્ય સહકારી બેંકમાંથી શંકર ચૌધરીએ રાજીનામું આપી દીધું છે. વિધાનસભાના અધ્યક્ષ બન્યા બાદ શંકર ચૌધરીએ રાજીનામું આપ્યું છે. ગઈકાલે GSCની મળેલી સામાન્ય સભામાં રાજીનામુ આપ્યું હતું. શંકર ચૌધરીએ GSCના વાઇસ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે. તમને જણાવી દઈએ કે હાલમાં શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યા છે.