કચ્છઃ ગાંધીધામમાં આવેલા કંડલા પોર્ટમાં કાપડની ફેકટ્રીમાં આગમ્ય કારણોસર આગ લાગી હતી. મોડી રાત્રે કાપડની ફેક્ટરીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના લીધે આજુબાજુમાં આવેલ અન્ય 3 કંપનીઓ પણ આગની ચપેટમાં આવી ગઇ હતી. આગને પગલે 18 ફાયર ફાઇટરોની ટીમ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. આગના લીધે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.