ભરૂચમાં પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, ભરુચના કોસમડી નજીક પેટ્રોલ પંપ પર ફાયરિંગ થયાની ઘટના બની હતી. ઘટના બન્યાના ગણતરીના કલાકોમાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જિલ્લાના કોસમડી નજીક પેટ્રોલ પંપ પર ફાયરિંગનો એક વીડિયો વાયરલ થયો હતો.  વીડિયો વાયરલ થવાના કારણે પોલીસ કામગીરી પર પણ સવાલ ઉઠ્યા હતા. જો કે મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ અને ગણતરીના કલાકોમાં ફાયરિંગ કરનાર અફઝલ પઠાણ અને અંકુર પટેલને ઝડપી પાડી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


Rajkot News: સંતાન સુખ માટે ભુવાએ પડાવ્યાં સવા લાખ, પછી જે થયું જાણી દંગ રહી જશો


Rajkot:ધર્મના નામે આંડબર અને અંધશ્રદ્ધાના અનેક કિસ્સા જોવા મળે છે.  અંધશ્રદ્ધામાં અંધ થતાં ભક્તો ક્યારેક પૈસા તો ક્યારેક પરિજનોના જીવ પણ ગુમાવે છે. આવા અનેક ચૌકાવનાર કિસ્સા બને છે. આવી જ એક ઘટના રાજકોટમાં બની છે. અહીં ભુવાએ સવા લાખની છેતરપિંડી કર્યાંની ફરિયાદ સામે આવી છે. જાણીએ શું છે સમગ્ર મામલો


રાજકોટમાં તાંત્રિક વિદ્યા અને ભુવાના ચક્કરમાં આવીને સવા લાખ રૂપિયા ગુમાવ્યાની ફરિયાદ નોંઘાઇ છે. અહીં નિ:સંતાન દંપતી બાળકની ઝંખનામાં અંધશ્રદ્ધા અને તાંત્રિકના ચક્કરમાં ફસાઇ ગયું. બાળકની ઇચ્છા પૂર્ણ કરવા તે ભૂવા પાસે પહોંચી ગયા અને ભૂવાએ આ દંપતીને બાળકની ઇચ્છા પૂર્તિની ખાતરી અપાવી અને  સવા લાખ રૂપિયા પડાવી લીધા. સંતાનની ઇચ્છા પૂર્તિ માટે આ દંપતીએ ભુવાને સવા લાખથી વધુની રકમ આપી. જો કે આ તાંત્રિક મંત્ર તંત્ર અને લાખો રૂપિયાના ખર્ચ બાદ મહિલા ગર્ભવતી  થઇ પરંતુ બાળક અવિકસિત જન્મતાં પરિવારની આંખ ઉઘડી અને આખરે તેમણે ભુવાના પાંખડનો પર્દાફાશ કરવા માટે જિલ્લા પોલીસમાં ફરિયાદ કરી છે. આ મામલે પોલીસે દંપતીની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. આ પાંખડી ભુવાનો વીડિયો પણ સોસિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિજ્ઞાન જાથાને પણ ભુવાની ફરિયાદ મળી છે.


Surat: સુરતના હજીરામાં હાર્ટ અટેકથી 28 વર્ષીય યુવકનું મોતપોલીસે શરૂ કરી તપાસ