ગાંધીનગરઃ ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગે આગાહી કરી હતી. મળતી જાણકારી અનુસાર, આજથી 30 એપ્રિલ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેની અસર બુધવારથી જ જોવા મળી રહી છે. અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં બુધવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો.


સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો તો આજથી 30 એપ્રિલ સુધી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બનાસકાંઠા, દાહોદ, સાબરકાંઠા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, વલસાડ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.


આવતીકાલે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠાં, ડાંગ, નર્મદા, તાપી, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ અને કચ્છમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.


Ahmedabad Atal bridge: સોના કરતા ઘડામણ મોંઘુ: લ્યો બોલો! અટલબ્રિજ પર 80 હજારનો કાચ બચાવવા 4 લાખની રેલિંગ કરાઇ


Ahmedabad Atal bridge: અમદાવાદના અટલબ્રિજની વચ્ચોવચ લગાવવામાં આવેલ પારદર્શક કાચમાં તિરાડો પડતા તેને બદલી નાખવામાં આવ્યો છે. ત્યાર બાદ હવે કાચવી આસપાસ રેલિંગ કરી દેવામાં આવી છે. સ્ટીલની રેલિંગ બનાવીને બ્રિજ પર રહેલ કાચ કવર કરી લેવામાં આવ્યા છે, જેથી કરીને કાચ ઉપરથી કોઈ પસાર ન થઈ શકે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં ચાર કાચ પૈકી એક કાચ ક્રેક થઈ ગયો હતો, જોકે બાદમાં કાચને બદલી દેવામાં આવ્યો હતો.


કાચ તૂટી જવાની ઘટના ચર્ચાનો વિષય પણ બની હતી. તેવામાં હવે કોર્પોરેશન દ્વારા સતત તેના ભાગરૂપે કોઈપણ પ્રકારની બાંધછોડ રાખ્યા વગર કાચને જ રેલિંગ દ્વારા કવર કરીને તેના પર કોઈ જઈ ન શકે એ પ્રકારની વ્યવસ્થા કરી છે. જો કે, નવાઈની વાત એ છે કે, અટલબ્રિજ પર લગાવેલા આકર્ષક કાચની આસપાસ રિવરફ્રન્ટ કોર્પોરેશન તંત્ર દ્વારા જે ગ્રિલ લગાવવામાં આવી છે એનો અંદાજિત ખર્ચ આશરે રૂપિયા 4 લાખ જેવો થયો છે. જેને લઈને લોકો તંત્ર સામે સવાલો કરી રહ્યા છે. લોકો કહી રહ્યા કે, 80 હજારના કાચની જાળવણી માટે 4 લાખની રેલિંગ કરવામાં આવી. આમ સોના કરતા ઘડામણ મોંઘુ થયું હોવાનો ઘાટ સામે આવ્યો.


જોકે મહત્વની વાત એ છે કે બ્રિજની વચ્ચોવચ રાખવામાં આવેલા કાચ અહીં મુલાકાત લેતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર હતુ. પરંતુ અહીં દિવસોના દિવસે મુલાકાતઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેમાંય વળી તહેવારો અને રજાના દિવસમાં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે જેથી કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું અને રેલિગ દેવામાં આવી છે