ઉનાઃ ઉના નગરપાલિકાના પ્રમુખ અને ભૂતપૂર્વ ધારાસભ્ય કે.સી. રાઠોડ પર બે અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. પાલિકાના પ્રમુખ પર ફાયરિંગ થતાં હાલ ઉનામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે, ત્યારે હાલ પોલીસે પણ આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

ઉનામાં થયેલા ફાયરિંગમાં પ્રમુખ કે.સી. રાઠોડ સહિત ત્રણ લોકોને ઇજા પહોંચી છે. કે.સી. રાઠોડને મોઢાના ભાગે ગોળી વાગતા હાલ તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.