સમગ્ર ગુજરાતમાં હાલ કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં  સ્વૈચ્છિક વેપારીઓ સહિત તમામ લોકો પોતાના ધંધા બંધ રાખવાના નિર્ણય કરી રહ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્રના ઉનામાં કોરોનાના વધતાં સંક્રમણને રોકવા માટે ઉના ચેન્બર્સ ઓફ કોમર્સે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મંગળવારથી શનિવાર સુધી પાંચ દિવસ ઉનામાં જનતા કર્ફ્યૂ રહેશે.

કોરોનાના વધતાં સંક્રમણને રોકવા માટે ઉના ચેમ્બર્સ ઓફ કોમર્સે મહત્વનો નિર્ણય લીધો છે. મંગળવારથી શનિવાર સુધી પાંચ દિવસ ઉનામાં જનતા કર્ફ્યૂ રહેશે. આ દરમિયાન ફક્ત દૂધની દુકાનો માત્ર બે જ કલાક માટે ખુલ્લી રહેશે. પાંચ દિવસ ઉનામાં શાકભાજી સહિત તમામ રોજગાર-ધંધા બંધ રહેશે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં હાલ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ઉના ચેમ્બર્સ ઓફ કોર્મસે મહત્વનો નિર્ણય કર્યો છે. કોરોના પોઝિટિવના કેસોમાં સતત વધારો થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે ગીર સોમનાથમાં કોરોનાના કુલ 179 કેસ નોંધાયા છે.