ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 960 કેસ નવા કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 47467 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 19 લોકોનાં મોત થયા છે અને 1061 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 34005 દર્દી સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં સતત છઠ્ઠા દિવસે 900થી વધુ કેસ નોંધાયા છે.
આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 203, અમદાવાદ કોર્પોરેશનમાં- 182, સુરત -65, વડોદરા કોર્પોરેશનમાં-41 , રાજકોટ કોર્પોરેશન 38, જુનાગઢ કોર્પોરેશન- 27, મહેસાણા-24, બનાસકાંઠા-21, ભાવનગર-21, ગાંધીનગર-20, રાજકોટ-19, વલસાડ-19, અમદાવાદ-17, નવસારી-17, ભાવનગર કોર્પોરેશન 15, ખેડા-15, પાટણ-15, સુરેન્દ્રનગર-15, ભરૂચ-13, જુનાગઢ-13, સાબરકાંઠા-12, ગીર સોમનાથ- 11, અમેરલી-10, દાહોદ -10, કચ્છ- 10, જામનગર કોર્પોરેશન-9, ગાંધીનગર કોર્પોરેશન -8, પંચમહાલ-8, આણંદ- 7, બોટાદ-7, મહીસાગર-7, છોટાઉદેપુર-6, નર્મદા-6, અરવલ્લી-4, મોરબી-4, તાપી-2, ડાંગ-1 અને જામનગરમાં એક કેસ સામે આવ્યો છે.
આરોગ્ય વિભાગ અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 19 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત નિપજ્યું છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 7, અમદાવાદ કોર્પોરેશન - 4, સુરત-3, કચ્છ-2, બનાસકાંઠા- 1, નવસારી-1, રાજકોટમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં મૃત્યુઆંક 2127 પર પહોંચ્યો છે.
રાજ્યમાં હાલ 11344 એક્ટિવ કેસ છે, જેમાંથી 75 વેલ્ટીલેટર પર છે અને 11269 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 34005 દર્દી સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 5,24, 170 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 960 નવા કેસ, 1061 દર્દીઓ થયા સ્વસ્થ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Jul 2020 08:14 PM (IST)
રાજ્યમાં સતત છઠ્ઠા દિવસે 900થી વધુ કેસ નોંધાયા છે. આજે નવા નોંધાયેલ કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંકડો 47467 પર પહોંચ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -