ગાંધીનગરઃ હાલમાં શિયાળાની ઠંડીનો માહોલ જામ્યો છે, ધીમે ધીમે ઠંડી જામી રહી છે ત્યારે ગુજરાતીઓના માથે વધુ એક આફત આવવા જઇ રહી છે. રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં વરસાદ પડશે. ગુજરાતમાં જો આ કમોસમી વરસાદ પડશે તો ઠંડીમાં વધારો થઇ શકે છે. 


હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસમાં રાજ્યમાં વરસાદ પડી શકે છે, આ કમોસમી વરસાદ અરબી સમુદ્રમાં સાયક્લૉનિક સર્ક્યૂલેશનના કારણે વાતાવરણમાં ફેરફાર થવાની પડશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવમા દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ હવળા ઝાંપટા પડી શકે છે.  


કમોસમી વરસાદની આગાહીના પગલે લોકો સચેત થઇ ગયા છે, સૌરાષ્ટ્રના જિલ્લાઓ ખાસ જૂનાગઢ રાજકોટ દ્વારકા જામનગરમાં કમોસમી વરસાદની આગાહીને લઇને લોકો તાત્કાલિક ધોરણે ખુલ્લામાં પડેલ અનાજને નુકસાની ન થાય તે માટે જરૂરી કામ કરવા લાગ્યા છે. ખેડૂતોમાં પોતાનુ અનાજ પલળી જવાના ભયથી ચિંતિત છે.  


રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સાયક્લોનીક સર્ક્યુલેશનના કારણે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ અનુસાર આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છુટા છવાયો વરસાદ વરસશે. તો આવતીકાલે આવતીકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ હળવો વરસાદ વરસી શકે છે.


હવામાન વિભાગની આગાહીના કારણે ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ છે. કેમ કે હજુ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં મગફળી ખેંચીને ખેતરમાં પાથરા કરેલા છે. તો કપાસને પણ ઉતારવાનો બાકી છે. જો માવઠું થશે તો મહેનત પર પાણી ફરી વળશે.


કાશ્મીર હિમવર્ષા
કાશ્મીર ખીણમાં ફરી એકવાર હિમવર્ષા અને વરસાદ પડ્યો, જેના કારણે સમગ્ર પ્રદેશના તાપમાનમાં વધુ ઘટાડો થયો. કુપવાડા અને ગાંદરબલમાં મહત્તમ હિમવર્ષા સાથે સમગ્ર પ્રદેશના પહાડી વિસ્તારોમાંથી હળવાથી મધ્યમ હિમવર્ષાના અહેવાલ છે---