નર્મદા: માંડણ ગામે આવેલ કરજણ નદીમાં ભરૂચ જિલ્લાના એક જ પરિવારનાના પાંચ લોકો ડૂબતા ખળભળાટ મચી ગયો છે.  ગઈ કાલે રવિવાર હોવાથી આ પરિવાર માંડણનાં નદી કિનારે ફરવા ગયો હતો. ગઈ મોડી સાંજે એક મહિલાનો મૃત દેહ મળ્યો હતો જ્યારે આજે અન્ય 3 મૃતદેહ મળ્યા છે. પરિવારના અન્ય એક સભ્યની શોધ ખોળ હજી પણ ચાલુ છે. નર્મદા પોલીસ અને  NDRFની ટિમોએ સવારથી જ રેસ્કયૂ ઓપરેશન શરૂ કરી દીધુ છે.


લુણાવાડામાં ટ્રકે બાઈકને ટક્કર મારતા એક જ પરિવારના 4 લોકોના મોત
મહીસાગર: લુણાવાડા ચાર કોસીયા નાકા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રકે બાઈક પર સવાર ચાર લોકોને કચડયા હતા જેમાં એક પુરુષ-મહિલા અને બે બાળકોના મૃત્યુ થયા હતા. એક જ પરિવારના પતિ પત્ની અને બે બાળકોના મોત થતા શોકનો માહોલ ફેલાયો છે. સાથે જ લુણાવાડા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. કાળમુખા ટ્રકે ચાર લોકોનો ભોગ લેતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.


કોંગ્રેસના ટોચના મહિલા નેતાના પુત્રનો મૃતદેહ મળતાં ચકચાર
અમદાવાદમાં કોંગ્રેસના ટોચના મહિલા નેતાના પુત્રનો મૃતદેહ મળતાં ચકચાર મચી ગઈ છે.  અમદાવાદ મહાનગરપાલિકાના કુબેરનગરના મહિલા કોર્પોરેટર, કોંગ્રેસ નેતા કામિનીબેન ઝાના પુત્ર રાજેશ ઝાનો નરોડા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. ગતરોજ નરોડા કેનાલમાંથી રાજેશ ઝાના મળેલા મૃતદેહ મામલે રાજેશે આત્મહત્યા કરી હોવાની આશંકા છે. રાજેશ ઝાને સટ્ટો રમવાની ટેવ હોય, આ બાબતે  સામે પક્ષે ઉઘરાણી કરતા અને પરિવારને જાણ કરવાની ધમકી આપતા લાગી આવતા રાજેશે આપઘાત કર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજેશે ગુરુવારે આપઘાત કર્યો અને શુક્રવારે મૃતદેહ મળી આવ્યો હતો. નરોડા પોલીસે આ અંગે વધુ તાપસ હાથ ધરી  છે.