ખેડાઃ ગુજરાતમાં આજે બે અલગ અલગ અકસ્માતમાં 5 લોકોના મોત નીપજ્યા છે. ખેડામાં કપડવંજના સુલતાનપુર પાટિયા પાસે અકસ્માત સર્જાયો છે. કપડવંજ નિરમાલી રોડ પર સુલતાન પુર પાટિયા પાસે પિઆગો અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે. બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને કપડવંજ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. 


Dahod : ઝાલોદ હાઈ વે પર ટ્રકની અડફેટે બે વિદ્યાર્થિનીઓના મોત, ચાલક ટ્રક મૂકી ફરાર


દાહોદઃ લીમખેડા ઝાલોદ હાઈવે રોડ પર મોટા હાથીધરા નજીક અકસ્માત સર્જાયો છે. ટ્રક ચાલકે તિર્થ ઇન્ટરનેશનલ સ્કુલ લીમખેડામાં અભ્યાસ કરી ચાલીને પરત ઘરે જતી બે વિધાર્થિનીઓને અડફેટે લેતા મોત નીપજ્યા છે. ટ્રકે બાઈકને ટક્કર મારી રાહદારી બે વિદ્યાર્થિનીઓને અડફેટે લેતા બંન્નેના મોત નીપજ્યા છે. અકસ્માત થતા આસપાસ ના લોકો ટોળા ઉમટી પડ્યા છે.  ટ્રક ચાલક અકસ્માત કરી ટ્રક મૂકી ફરાર થયો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી બંન્ને વિધાર્થિનીઓ મૃતદેહને પી.એમ. અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. 


પાટણઃ પાટણના ચંદ્રુમાણા પાસેનું નર્મદા કેનાલમાં પિતરાઈ ભાઈ બહેન ડુબી જતાં અરેરાટી વ્યાપી ગઈ છે. 15 કલાકથી વધુનો સમય વિતવા છતાં પિતરાઈ ભાઈ બહેનનો કોઈ પત્તા લાગ્યો નથી. ગઇ કાલે સાંજના સમયે નર્મદા કેનાલ પર પિતરાઈ ભાઈ બહેન ડૂબ્યાં હતા. કેનાલ લાગેલા મશીનમાં છાણ નાખતા ભાઈનો પગ લપસ્યો હતો, જેથી તે કેનાલમાં ગરકાવ થઈ ગયો હતો. 


ભાઈને બચાવવા બહેન પણ કેનાલ માં કુદી હતી. જેને કારણે બન્ને કેનાલમાં ડૂબ્યાં છે. ધ્રુવ પટેલ નામનો યુવક અને પ્રાચી નામની સગીરા કેનાલમાં ડૂબ્યાં છે. બંનેની શોધખોળ ચાલી રહી છે, પરંતુ તેમનો કોઈ પત્તો લાગી રહ્યો નથી. બીજી તરફ આ સમાચાર આગની જેમ સમગ્ર વિસ્તારમાં ફેલાઇ ગયા હતા. જેને કારણે મોટી સંખ્યામાં લોકો કેનાલ પર પણ દોડી આવ્યા હતા.