કચ્છ: કચ્છ ઉપર અસના વાવાઝોડાનું સંકટ છે.  અસના વાવાઝોડાના કારણે કચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.  અબડાસાના પણ જોરદાર વરસાદ વરસી રહ્યો છે.  અબડાસાના લાલા ગામ બેટમાં ફેરવાયું છે.  ગામમાં કમર સુધી પાણી ભરાયા છે. 


વાવાઝોડાની સ્થિતિને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ હાલ ડીપ ડિપ્રેશન કચ્છમાં બનેલું છે. આગામી છ કલાકમાં ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર વાવાઝોડું પાકિસ્તાન તરફ આગળ ફંટાશે. જેથી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. એક જૂનથી અત્યાર સુધીમાં રાજ્યમાં 50 ટકાથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. 


કચ્છના માંડવી તાલુકામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદના કારણે માંડવીમાં જળબંબાકારની સ્થિતિ છે. કચ્છના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કચ્છ પર વાવાઝાડોનું પણ સંકટ છે.  


કચ્છ અને સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી


રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ જામ્યો છે. સમગ્ર રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ વધુ એક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે કચ્છ,  દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે.   જ્યારે મોરબી,  રાજકોટ,  જૂનાગઢ અને ગીર સોમનાથમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.  


છેલ્લા એક સપ્તાહથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  હવે આજથી કચ્છ-સૌરાષ્ટ્ર પર વાવાઝોડાનું જોખમ મંડરાઇ રહ્યું છે. જમીન પર સર્જાયેલા ડિપ્રેશન વધારે મજબુત થતા આજથી દરિયાઈ સ્તરે વાવાઝોડામાં પરિવર્તિત થવાના હવામાન વિભાગે સકેત આપ્યા છે. આ વાવાઝોડાને પગલે દરિયાકાંઠા વિસ્તારોમાં પ્રતિ કલાકે 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગુરૂવાર સાંજની સ્થિતિએ કચ્છના ભૂજથી 70 કિલોમીટર ઉત્તર પશ્ચિમ અને નલિયાથી 60 કિલોમીટર ઉત્તર પશ્ચિમ અને કરાચીથી 250 કિલોમીરટના અંતરે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે.


હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ કચ્છ-સૌરાષ્ટ્ર જિલ્લાઓમાં 55થી 65 અને 75 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં અમુક સમયે 85 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 


છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ વરસ્યો છે.સૌથી વધુ કચ્છના માંડવીમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો હતો.  છેલ્લા 24 કલાકમાં કચ્છના મુન્દ્રામાં સાડા 8 ઈંચ, દ્વારકા તાલુકામાં સાડા સાત ઈંચ,અબડાસામાં સાડા છ ઈંચ, અંજારમાં સ