ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રની કઈ નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ? પાણીનો ધસમસતો પ્રવાહ થયો વહેતો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Sep 2020 08:44 AM (IST)
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદી-નાળાઓ ફરીથી છલકાઈ ગયા છે ત્યારે અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી શેત્રુંજીમાં પાણીની આવક થઈ રહી છે
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદી-નાળાઓ ફરીથી છલકાઈ ગયા છે ત્યારે અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી શેત્રુંજીમાં પાણીની આવક થઈ રહી છે જેને કારણે નદી બે કાંઠે વહેતી થઈ હતી. નદી બે કાંઠે વહેતી થતાં લોકો જોવા ઉમટી પડ્યા હતાં. નોંધનીય છે કે, અમરેલીમાં ગઈ કાલે ભારે વરસાદ ખાબક્યો હતો. વરસાદને પગલે નદી-નાળાઓમાં પાણીની આવકમાં વધારો થયો હતો. અમરેલી જીલ્લાની સૌથી મોટી નદી શેત્રુંજીમાં પાણીની આવક થઈ રહી છે. અમરેલી શહેર નજીક ગાવડકા પાસેથી પસાર થતી શેત્રુજી નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી. પાણીનો ધસ્માતો પ્રવાહ નદીમાં વહેતો થયો હતો. ઉપરવાસમાં વરસેલા વરસાદને પગલે નદીમાં પાણીની આવક થઈ રહી છે. અમરેલી જિલ્લામાં રાત્રે ખાબકેલા ધોધમાર વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અમરેલીના બગસરામાં રાત્રી દરમિયાન ચાર ઈંચથી વધુ વરસાદ ખાબકતા શેરીઓ અને બજારોમાં પાણી ફરી વળ્યા હતાં. ખેતરોમાં બાકી રહેલો પાક પણ નષ્ટ થઈ ગયો છે તો લાઠીમાં 2, બાબરામાં પોણા 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. અમરેલી શહેરમાં 1 લીલીયા, વડિયામાં અડધો-અડધો ઈંચ વરસાદ વરસ્યો.