સુરતમાં ટ્રાફિક સમસ્યા નિવારવા લેવાયો નિર્ણય, મોટો વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Jan 2021 02:19 PM (IST)
સુરત શહેર ટ્રાફિક પોલીસ અને સુરતના ટેક્સટાઇલ માર્કેટ સંગઠનના સહયોગથી શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. શું છે નવા ટ્રાફિકના નિયમો જાણીએ....
સુરત: ડાયમંડ સિટીમાં વધતા જતા ટ્રાફિકને નિવારવા માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ અને ટેક્સટાઈલ માર્કેટ, સંગઠનો દ્રારા એક મહત્વનો નિર્ણય લેવોયો છે. આ નિયમ મુજબ સુરતમાં સવારે 9થી 12 અને સાંજે 6થી 9 સુધી મોટા વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટ્રાફિની સમસ્યા મુદ્દે આજે અને ટેક્સટાઈલ માર્કેટ, સંગઠનો સાથે શહેર પોલીસની બેઠક યોજાઇ હતી. બેઠકમાં શહેરમાં વધતા જતાં ટ્રાફિક મુદ્દે ચર્ચા થઇ હતી. બેઠકના અંતે શહેરમાં મોટા વાહનોના પ્રવેશ પર સવારે 9થી 12 અને સાંજે 6થી 9 સુધી પ્રતિબંધ મૂકાયો છે. આ પ્રતિબંધ રિંગ રોડ વિસ્તાર માટે છે, જેને લઈને જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. ટ્રાફિક સમસ્ચા નિવારવા માટે ટ્રક, ટેમ્પો, સહિતની લોડિગ રિક્ષા પર પ્રતિબંધ મૂકાયો છે.