ભાવનગરઃ ભાવનગરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલને પોલીસ ટ્રેઈનિંગ દરમિયાન વિધર્મી યુવક સાથે પ્રેમ થયો હતો ને સંબંધ બંધાયા હતા. આ યુવક પરીમિત હોવા છતાં કોન્સ્ટેબલ યુવતી પ્રેમી સાથે લિવ ઈ રીલેશનમાં રહે છે. આ કેસ લવ જિહાદનો ગણાવીને કેટલાંક સંગઠનોએ હોહા કતાં બંને ભાગી ગયાં હતાં.
રાજકોટ પોલીસે બંનેને શોધી કાઢી ભાવનગર પોલીસને સોપ્યા છે પણ યુવતીએ દાવો કર્યો છે કે, આ કેસ લવ જિહાદનો નથી પણ પોતે પોતાની ઈચ્છાથી પ્રેમી સાથે રહે છે અને બંનેએ લગ્ન કરી લીધાં છે. યુવકનો બચાવ છે કે, તેના અગાઉ લગ્ન થયા હતા પણ બે મહિનામાં જ છુટાછેડા આપી દીધા હતા. એ પછી તેણે ભાવનગરની કોનસ્ટેબલ યુવતી સાથે લગ્ન કરી લીધા હતાં.
આ ઘટનાની વિગત એવી છે કે, ભાવનગરમાં ફરજ બજાવતી મહિલા યુવતી અઠવાડિયા પહેલાં પોતાનું ઘર છોડીને જતી રહી હતી. ભારે શોધખોળ કરવા છતાં તેનો પતો નહીં લાગતા પરિવારજનોએ ભાવનગર પોલીસ મથકમાં જાણ કરી હતી. દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ યુવતીએ એક વિડીયો જાહેર કર્યો હતો. આ વીડિયોમાં તેણે કહયું હતું કે, પોતે રાજકોટમાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા વિધર્મી કોન્સ્ટેબલ સાથે હાલમાં લીવ ઇનમાં રહે છે. મહિલા કોન્સ્ટેબલે કહયું હતુ કે વિધર્મી પોલીસમેન તેને ધમકાવીને લાવ્યો નથી પણ બંને વચ્ચે પ્રેમસંબંધ છે અને લગ્ન કરી લીધા છે.
મહીલા કોન્સ્ટેબલના વિડીયોમાં રાજકોટના પોલીસની વાત બહાર આવતા રાજકોટ પોલીસે બંનેને શોધીને મંગળવારે સાંજે બંનેને ભાવનગર પોલીસ સમક્ષ હાજર કર્યા હતા. ભાવનગરની કોન્સ્ટેબલ યુવતી અને રાજકોટના પોલીસમેન વચ્ચે પોલીસ તાલીમ વખતે પ્રેમસંબંધ બંધાયા હતા. રાજકોટનો પોલીસમેન પરીણીત છે.
અમદાવાદની કોન્સ્ટેબલ યુવતીને રાજકોટના વિધર્મી પરીણિત કોન્સ્ટેબલ સાથે બંધાયા સંબંધ, લિવ ઈનમાં રહેવા લાગ્યાં ને પછી.........
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Jan 2021 10:52 AM (IST)
ભાવનગરમાં ફરજ બજાવતી મહિલા યુવતી અઠવાડિયા પહેલાં પોતાનું ઘર છોડીને જતી રહી હતી. ભારે શોધખોળ કરવા છતાં તેનો પતો નહીં લાગતા પરિવારજનોએ ભાવનગર પોલીસ મથકમાં જાણ કરી હતી.
(પ્રતીકાત્મક તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -