Weather Forecast: ગુજરાતમાં અત્યારે વાદળછાયુ વાતાવરણ છવાયેલું દેખાઇ રહ્યું છે. રાજ્યમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. સવારે ઠંડી અને બપોર બાદ સખત ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાનમાં પલટો આવવાથી સામાન્ય માણસ તો પરેશના થઇ રહ્યો છે, પરંતુ હવે ખેડૂતો માટે પણ મુશ્કેલીઓ વધવાની સંભાવના સેવાઇ રહી છે. ગુજરાતમાં જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે ઠંડી-ગરમીની સાથે સાથે માવઠાની પણ આગાહી કરી છે. તેમના મતે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં કેટલીક જગ્યાએ માવઠું પડી શકે છે.
અંબાલાલની આગાહી પ્રમાણે, રાજ્યનાં આગામી દિવસોમાં ખાસ કરીને 6 અને 7 ફેબ્રુઆરીએ ફરી ઠંડીમાં વધારો-ઘટાડો જવા મળશે, ઉત્તર ગુજરાતમાં 11 ડિગ્રી સુધી ન્યૂનતમ તાપમાન પહોંચશે., અને ત્યારબાદ 23 ફ્રેબ્રુઆરીનાં અંતમાં ફરી એકવાર રાજ્યમાં માવઠા જેવી સ્થિતિ સર્જાશે. ફેબુઆરીના અંતમા કેટલાક વિસ્તારોમા માવઠુ થશે, આ ઉપરાંત માર્ચ અને એપ્રિલમાં પણ કમોસમી વરસાદની સંભાવના રહેશે. જો માવઠુ થશે તો ખેડૂતોને મોટુ નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.
રાજ્યમાં ફેબ્રુઆરી મહિનો શરૂ થતાની સાથે જ બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. જેમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ત્યારે ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી દિવસોમાં ઠંડીથી લોકોને રાહત મળી શકે છે. તેમજ હવામાન વિભાગે લઘુત્તમ તાપમાન વધવાનું અનુમાન કર્યું છે. હવામાન વિભાગનાં ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ઠંડીને લઈ રાહતની આગાહી કરી છે. આગામી સમયમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. તેમજ આગામી 7 દિવસ સૂકુ વાતાવરણ રહેવાનું અનુમાન કર્યું હતું. તેમજ ઉત્તરથી ઉત્તર-પૂર્વનાં પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં વહેલી સવારે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગનાં આંકડા પ્રમાણે બુધવારે ગુજરાતમાં 9.8 થી લઈ 20.02 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું. બુધવારે નલિયામાં 9.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ઓખામાં 20.02 ડિગ્રી તાપમાન નોંધાવા પામ્યું હતું.
આ પણ વાંચો
ગરમી અને ચોમાસાને લઈને હવામાન વિભાગની ડરામણી આગાહી, આકરો તાપ ફેબ્રુઆરીથી જ....