Rain Forecast:હવામાન વિભાગની (Meteorological Department)આગાહી (forecast) મુજબ આજે ગુજરાતના 16 જિલ્લામાં ભારે વરસાદ (rain) વરસી શકે છે. રાજ્યના 16 જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની (rain) હવામાન વિભાગે (Meteorological Department) આગાહી કરી છે. હવામાન વિભાગે વરસાદને લઇને દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, તો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 13 જિલ્લામાં વરસાદનું (rain)યલો એલર્ટ જાહેર કર્યું છે.
આ જિલ્લામાં વરસાદનું એલર્ટ
દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં આજે અતિભારે વરસાદનું (heavy rain) ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આજે ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં છુટાછવાયા સ્થળો પર અતિભારે વરસાદ વરસી શકે છે. તો પ્રવાસન સ્થળ દીવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હવામાન વિભાગે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યં છે. તો મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર, દાહોદ,મહીસાગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લામાં આજે છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ હવામાન વિભાગે આજે ભારે વરસાદની આગાહી કરી છે.
રાજ્યના કુલ 207 પૈકી 48 જળાશયો સંપૂર્ણ ભરાયા.. સૌરાષ્ટ્રના 141 પૈકી 35 જળાશયો હાઉસફુલ થયા છે. તો કચ્છના 20 પૈકી છ અને દક્ષિણ ગુજરાતના 13 પૈકી સાત જળાશયો સંપૂર્ણ ભરાયા છે.રાજ્યના 206 પૈકી 79 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. જેમાંથી 90 ટકાથી વધુ ભરાયેલા છે. 57 જળાશયો હાઈએલર્ટ પર છે. 80થી 90 ટકા 12 જળાશયો એલર્ટ પર છે, તો 70થી 80 ટકા ભરાયેલા 10 જળાશયો વોર્નિંગ પર છે.
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 63.21 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 86.47 ટકા, તો સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 76.46 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 73.92 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો ઉત્તર ગુજરાતમાં 45.25 ટકા અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 44.68 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.