Rain Forecast :સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જૂનાગઢ, જામનગર, દ્વારકા, પોરબંદર, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ સાથે  પવનની ગતિ 30 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાનો અનુમાન છે.  માછીમારોને હજુ ત્રણ દિવસ દરિયો ન ખડેવા માટે સૂચના આપવામાં આવી છે.


એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઇ હોવાથી ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આજે પણ વરસાદનું જોર રહી શકે છે જો કે 5 જુલાઇ બાદ વરસાદનું પ્રમાણ ઘટી શકે છે. હાલની સ્થિતિને જોતા  5 જુલાઇ બાદ એવી કોઇ સિસ્ટમ નથી સર્જાઇ રહેલી જેના કારણે ધોધમાર વરસાદ વરસી શકે. 6 જુલાઇથી રાજ્યમાં સામાન્ય છૂટછવાયો વરસાદ થઇ શકે છે.


ગીર સોમનાથ જિલ્લા પર મેઘરાજા મહેરબાન થતાં  હિરણ-2 ડેમ 70 ટકા ભરાઇ ચૂક્યો છે. ડેમની સતત જળસપાટી વધી રહી છે. જેને ધ્યાનમાં રાખીને   વેરાવળ-તાલાલાના ગામોને  એલર્ટ કરાયા છે.નદીના પટમાં અવર-જવર ન  સૂચના આપવામાં આવી છે. ઉમરેઠી, માલજીંજવા, સેમરવાવ ગામને  એલર્ટ કરવામાં આવ્યાં છે. ભેરાળા, મંડોર, ઈશ્વરીયા, નાવદ્રા  ઈન્દ્રોઈ, સોનારીયા, સવની, બાદલપરા મીઠાપુર, કાજલી, પ્રભાસ પાટણના નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ  કરાયા છે. 


ભારે વરસાદથી રાજ્યના જળાશયોનું જળસ્તર વધ્યું  



  • 207 પૈકી 14 જળાશયો સંપૂર્ણ ભરાયા 

  • સૌરાષ્ટ્રના નવ, કચ્છના ચાર, દ. ગુજરાતનું એક જળાશય છલોછલ

  • સરદાર સરોવર ડેમમાં 53.90 ટકા જળસંગ્રહ 

  • સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 38.31 ટકા જળસંગ્રહ 

  • કચ્છના 20 જળાશયોમાં 54.43 ટકા જળસંગ્રહ 

  • ઉ. ગુજરાતના 15 જળાશયોમાં 47.25 ટકા જળસંગ્રહ 

  • દ.ગુજરાતના 13 જળાશયોમાં 34.59 ટકા જળસંગ્રહ 

  • મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 31.17 ટકા જળસંગ્રહ


ખરાબ હવામાનને લીધે વડોદરા ડિવિઝનની કેટલીક ટ્રેનો કરાઈ રદ



  • વડોદરા ડિવિઝનની 14 ટ્રેનો કરાઈ રદ

  • વલસાડ-વડોદરા પેસેન્જર ટ્રેન રદ

  • વલસાડ પેસેન્જર સ્પે. ટ્રેન રદ

  • વડોદરા-દહાણુ રોડ સુપરફાસ્ટ ટ્રેન રદ

  • દહાણુ રોડ-વડોદરા સુપરફાસ્ટ ટ્રેન રદ

  • વલસાડ-વડોદરા સુપરફાસ્ટ ટ્રેન રદ

  • વડોદરા-વલસાડ સુપરફાસ્ટ ટ્રેન રદ

  • વિરાર-ભરૂચ એક્સપ્રેસ જે સુરત-ભરૂચ વચ્ચે રહેશે રદ

  • ભરૂચ-સુરત પેસેન્જર સ્પે. ટ્રેન રદ

  • સુરત-ભરૂચ પેસેન્જર સ્પે. ટ્રેન રદ

  • વડોદરા-અમદાવાદ પેસેન્જર ટ્રેન રદ

  • અમદાવાદ-વડોદરા પેસેન્જર ટ્રેન રજ

  • અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ ટ્રેન રદ


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial