ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કર્યાં બાદ ધોરણ દસમાંના પરીક્ષાના ફોર્મ ભરવાની પણ શરૂઆત થઇ ગઇ છે.
10 મેથી શરૂ થનાર દસમા ધોરણની પરીક્ષા માટે પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત થઇ ગઇ છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5 માર્ચ જાહેર કરાઇ છે. વિદ્યાર્થીઓ પાંચ માર્ચ સુધી પરીક્ષાના ફોર્મ ભરી શકશે. જો કે ફોર્મ ભરવા માટે સ્કૂલ જવું પડશે. ઓનલાઇન ફોર્મ નહીં ભરી શકાય.
દર વર્ષ ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં દસમાં ધોરણના ફોર્મ ભરાય છે. જો કે આ વર્ષે કોરોનાના કારણે ફોર્મ ભરવાની પ્રક્રિયામાં વિલંબ થયો છે. ફોર્મ ભરવાની તારીખ મોડી જાહેર થઇ છે. નોંધનિય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી દેવાઇ છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 10-5-2021 થી તારીખ 25-5-2021 દરમ્યાન લેવામાં આવશે. ધોરણ 12 સંસ્કૃત માધ્યમ અને ધોરણ 12 વ્યવસાયલક્ષી પ્રવાહની પરીક્ષા 17 મેથી શરૂ થશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 10ની પરીક્ષા 10 મેથી શરૂ થશે.
ધોરણ 10ના પરીક્ષાના ફોર્મ ભરવાની કામગીર શરૂ, જાણો કઇ તારીખ સુધી ભરી શકાશે?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Feb 2021 09:31 AM (IST)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કર્યાં બાદ ધોરણ 10માંના પરીક્ષાના ફોર્મ ભરવાની પણ શરૂઆત થઇ ગઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -