અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, જાણો શું કામ આવી રહ્યા છે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Feb 2021 08:54 AM (IST)
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ પારિવારિક ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.
(ફાઈલ તસવીર)
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ પારિવારિક ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. દિવસના રોકાણ દરમિયાન રાજકીય ચર્ચાઓ પણ થઈ શકે છે. અમદાવાદ મહાનગર પાલિકામાં ટિકીટોની વહેંચણીના મુદ્દાને લઇને અમિત શાહના સમર્થકોમાં ખૂબ અસંતોષ છે. આ ઉપરાંત પાર્ટીમાં ટિકિટોને લઈ જે અસંતોષ જોવા મળી રહ્યો છે તેને ખાળવા માટે તેઓ અમદાવાદ આવી રહ્યાં છે. સોમવારે આ મુદ્દે શાહ પ્રદેશના નેતાઓ પોતાના સમર્થકો સાથે બેઠકો કરશે. વાસણા, વેજલપુર અને નવરંગપુરામાં બ્રહ્મ સમાજના મતદારોની સંખ્યા વધુ હોવા છતાં પણ ટિકિટ ફાળવણીમાં અન્યાય થયાની ફરિયાદો ઉઠી છે. આ બધી બાબતો વચ્ચે અમિત શાહનો પ્રવાસ ઘણો સૂચક માનવામાં આવી રહ્યો છે.