અમદાવાદ : કૉંગ્રેસમાં  ચૂંટણીમાં કારમા પરાજય બાદ  કકળાટ શરૂ થયો છે.  કકળાટ પણ એવો કે પ્રદેશ પ્રમુખ સામે જ સવાલ ઉઠ્યા છે.  રાધનપુરથી કૉંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો છે. આ પત્રમાં  ચોંકાવનારો દાવો કર્યો કે, તેમની હાર માટે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને તેમના જ નજીકના હોદ્દેદારો જવાબદાર છે. રાધનપુરથી કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈના મતે પાર્ટીમાં રહી જગદીશ ઠાકોરના જ નજીકના લોકોએ ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે. પરિણામે ચૂંટણીમાં હાર થઈ છે. 


રઘુ દેસાઈએ એવો પણ દાવો કર્યો કે, પાર્ટીમાં અન્ય લોકોમાં પણ રોષ છે.  જેઓ મારા સંપર્કમાં છે. બીજી તરફ જગદીશ ઠાકોરે રઘુ દેસાઈના આ આરોપને હારની હતાશા ગણાવી છે. આ સાથે જ કહ્યું કે, પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરો સામે આગામી બે દિવસમાં એક કમિટી બનાવી તેમના વિરુદ્ધ પગલા લેવામાં આવશે. 


Toll Tax: ખતમ થવા જઇ રહી છે ફાસ્ટેગથી ટૉલ કલેક્શનની સિસ્ટમ, ટ્રાફિકથી મળશે છૂટકારો


દેશના રાષ્ટ્રીય રાજમાર્ગો પર જલદી વાહનોથી ટૉલ ટેક્સ વસૂલવાની નવી રીત જોવા મળી શકે છે. અત્યારે દેશના દરેક રાષ્ટ્રીય રાજમાર્ગ પર ફાસ્ટેગથી ટૉલ ટેક્સ લેવાનુ કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ જલદી આ માટે સરકાર કેમેરા આધારિત ટૉલ કલેક્શન સિસ્ટમ લાગુ કરી શકે છે. જે અંતર્ગત ગાડીઓની નંબર પ્લેટને સ્કેન કરીને સીધુ બેન્ક ખાતામાંથી પૈસા કપાઇ જશે. આ સિસ્ટમને ઓટોમેટિક નંબર પ્લેટ રીડર કેમેરા પણ કહેવામાં આવે છે.


શું થવાનો ફેરફાર ?
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) અનુસાર આ કેમેરાની મદદથી ટૉલ લેવાની સુવિધાને ટૉલ પ્લાઝાના બૂથ પર ગાડીઓની લાંબો ઇન્તજાર નહીં કરવો પડે, અત્યારે ભારતમાં 97% ટૉલ ટેક્સ વસૂલી FASTag ના માધ્યમથી કરવામા આવી રહી છે. આ સિસ્ટમ ફાસ્ટ હોવા છતાં ટૉલ પ્લાઝા પર લાંબો ટ્રાફિક જામ રહે છે.


કઇ રીતે કામ કરે છે ANPR ?
માર્ગ પરિવહન મંત્રાલયે જાણકારી આપી છે કે ભારતમાં હાઇવે પર હાલના ટૉલ પ્લાઝાને હટાવી દેવામાં આવશે, અને તેના જગ્યાએ ઓટોમેટિક નંબર પ્લેટ રીડર કેમેરા એટલે કે ANPR લગાવવામા આવશે, આ સિસ્ટમ વાહનોમાં નંબર પ્લેટ રીડ કરીને ગ્રાહકના બેન્ક ખાતામાંથી ટૉલ ટેક્સની રકમ કાપી લેશે. આને હાઇવેના શરૂઆતી અને અંતિમ સેન્ટર પર સ્થાપિત કરવામાં આવશે, જેનાથી અહીં લાગેલા કેમેરા ગાડીની નંબર પ્લેટની તસવીર લઇને તેમની નક્કી કરવામાં આવેલી યાત્રાની દુરીના આધાર પર ટેક્સનું નિર્ધારણ કરીને વસૂલી કરશે. 


કેન્દ્રીય માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ થોડાક મહિનાઓ પહેલા આના વિશે કહ્યું હતુ કે ભારત સરકાર આના ટેસ્ટિંગ માટે એક પાયલટ પ્રૉજેક્ટ પણ ચલાવી રહી છે. આ સિસ્ટમ લોકોને તેમના વાહનોની નક્કી કરવામાં આવેલી દુરીના આધાર પર ટેક્સ લેશે, આનાથી નવી ટેકનિકથી ટૉલ બૂથો પર વિના રોકાયે ચાલવાની સુવિધા અને દુરીના આધાર પર ચૂકવણીની સુવિધા મળશે.