Gujarat Election Result 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં ભાજપને 156, કોંગ્રેસને 17, AAP ને 5 તથા અન્યને 4 સીટ મળી હતી. કોંગ્રેસના રકાસ બાદ પાર્ટીમાં કકળાટ શરૂ થયો છે. રાધનપુર કોંગ્રસના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્યએ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને મોટો ઘટસ્ફોટ કર્યો છે.
મલ્લિકાર્જુન ખડગેને લખેલા પત્રમાં રઘુ દેસાઈએ પાર્ટીને હરાવનાર જવાબદાર નેતાઓ સામે કાર્યવાહી કરવા કરી માંગ કરી છે. ઉપરાંત તેમણે રાધનપુર બેઠક પર જગદીશ ઠાકોરના કારણે પરાજ્ય થયો હોવાનું પણ લખ્યું છે. તેમના પત્ર મુજબ, કેટલાક નેતાઓ પાર્ટીમાં રહી પાર્ટી વિરૂદ્ધ ચૂંટણીમાં કામ કર્યું છે. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની નજીકના સાથીદારોએ હારમાં ભાગ ભજવ્યો છે. પાર્ટી વિરૂદ્દ કામ કરનાર લોકોને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર કાબૂમાં રાખી શક્યા નથી. તેથી જગદીશ ઠાકોર સહિત પક્ષ વિરૂદ્ધ કામ કરનાર નેતાઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઇએ તેમ પણ લખ્યું છે.
જીગ્નેશ મેવાણીના કયા નિવેદનનો વડગામના લોકો કરી રહ્યા છે વિરોધ ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ પણ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. વડગામ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના નિવેદનને લીધે વડગામના સ્થાનિક આગેવાનોને ખેડૂતો આગેવાનોમાં નારાજગી જોવા મળી રહી છે.
શું છે મામલો
વડગામ વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોતાના સમર્થકો સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને કર્માવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી ક્યારે નાખો છો તેવી માંગ કરી હતી? જોકે વડગામમાં આવેલી કોલેજને ગ્રાન્ટેડ કરવાની લઈને પણ જીગ્નેશ મેવાણી એ નિવેદન કર્યું હતું જેની વિપરીત અસર વડગામ તાલુકાના આગેવાનોમાં પડી છે અને આગેવાનો આ જીગ્નેશ મેવાણીના નિવેદનનો વિરોધ કરી રહ્યા છે. ચૌધરી કોલેજની પ્રક્રિયા ટ્રસ્ટીઓ દ્વારા ગ્રાન્ટેબલ કરવાની થઈ ગઈ છે અને ગ્રાન્ટેબલ થવાની તૈયારી છે ત્યારે જીગ્નેશ મેવાણીના નિવેદન નો વડગામના અગ્રણીઓ વિરોધ કરી રહ્યા છે અને રાજકીય પક્ષો વિરોધ ના કરે તેવું આગેવાનો ઈચ્છી રહ્યા છે
મુક્તેશ્વર ડેમ માટે ખેડૂતોએ આંદોલન કર્યું હતું ત્યારબાદ સરકારે કર્માવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવા માટે 750 કરોડ રૂપિયાની યોજનાની મંજૂરી આપી હતી. જેને લઈને વડગામ તાલુકાના ખેડૂતોને પ્રજા પણ ખુશ હતી. પરંતુ વડગામ વિધાનસભા જીત્યા બાદ જીગ્નેશ મેવાણીએ કર્માવત અને મુક્તેશ્વરને મામલે આવેદનપત્ર આપ્યું હતું ત્યારે ખેડૂતોને આગેવાનોને કહેવું છે કે આ પ્રકારના રાજકીય નેતાઓના નિવેદનથી બાજી બગડે છે અને કામ થતું અટકે છે. તેથી કોઈ પણ પક્ષ નિવેદન ન કરે તેવું આગેવાનોને ખેડૂતો ઇચ્છી રહ્યા છે.