Continues below advertisement

Nitin Patel Statement : રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેમના એક સંબોધનમાં ધર્માતરણ, મિશનરીનું કાર્ય અને હિન્દુની ઘટતી જતી વસ્તી વિશે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું આ મુદ્દે કરેલા કેટલાક નિવેદન હાલ ચર્ચાનો વિષય બન્યા છે. તેમણે સંબોધનમાં જણાવ્યું હતું કે, "આપણામાં વિભાજન છે, ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે, મુસલમાનોની પણ સંખ્યા વધતી જાય છે. હિંદુઓ ઘટે, વિધર્મીઓ વધે તે ચિંતાનો વિષય છે, મિશનરીઓ પણ સેવાના નામે ધર્માંતરણ કરાવે છે એક વર્ગ આતંકવાદનો પક્ષઘર, બીજો ફોસલાવીને કરાવે છે ધર્માંતરણ,. હિંદુ ધર્મ પર વર્ચસ્વ જમાવવાનું ષડયંત્ર માત્ર છે, આપણે ઘટતા જઈએ છીએ, ખ્રિસ્તીઓની વસ્તી વધી રહી છેઃ"સેવા-શિક્ષણના માધ્યમથી ધર્માંતરણ સામે લડવા નીતિન પટેલનો હુંકાર કર્યો હતો

Continues below advertisement

ઉલ્લેખનિય છે કે, ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય સંકુલમાં સાધારણ સભા યોજાઈ હતી. જ્યાં ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેઓ પ્રાસંગિક સંબોધન કરતાં ધર્માતરણ, મિશનરીનું મિશન અને ઘટતી જતી હિન્દુની વસ્તી પર ચિંતા વ્યકત કરી હતી.                                                                                                                                                                                                

અંબાજીના પાડલીયામાં ઘર્ષણ મુદ્દે નીતિન પટેલનું મોટું નિવેદન

રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પાડલીયા ગામમાં હુમલાની ઘટનાને સંવેદનશીલ ગણાવી, તેમણે કહયું કે, આદિવાસી સમાજ ક્યારેય જલદી ભૂલે નહીં,આદિવાસી સમાજ કોઈ વિષય પકડી લે તો 10 SRP કંપની ઓછી પડે, નિતીન પટલે આદિવાસી સમાજને પ્રેમથી સમજાવવાની અપીલ કરી