Continues below advertisement

રાજ્યના જીઓલોજી અને માઇનિંગ વિભાગના કમિશનર ધવલ પટેલે રાજ્યમાં ખનીજ પરિવહન માટે આજથી નવો પરિપત્ર અમલી બનાવ્યો છે. જે અન્વયે રાજ્યમાં ખનીજ પરિવહન કરતા તમામ વાહનોમાં જીપીએસ સિસ્ટમ ફરજિયાત કરી છે.

રાજ્યભરમાં ખનીજ માફિયાઓ પર લગામ કસવા માટે હવે આકરા નિયમો લાદવામાં આવ્યાં છે. હવે આજથી ખનીજ વહન કરતા વાહનોમાં GPS સિસ્ટમ ફરજિયાત કરાઇ છે. જો ટ્રેકિંગ સિસ્ટમમાં છેડછાડ થશે તો રોયલ્ટી બંધ કરી દેવાશે, ઉલ્લેખનિય છે કે, લીઝ-રોયલ્ટી ધારકો GPSમાં છેડછાડ કરતા હોવાથી આકરા નિયમો લદાયા છે. VTMS સિસ્ટમથી મોનિટરિંગ કરવામાં આવશે.

Continues below advertisement

ગુજરાતમાં ખનીજ માફિયા દ્વારા થતી ખનીજ ચોરીને અટકાવવા માટે રાજ્યભરમાં આ નિયમ લાગૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખનીજ ચોરી પર બ્રેક લગાવવા માટે બધા જ જિલ્લામાં સ્થાનિક ખાણ ખનીજ વિભાગ ઉપરાંત ફ્લાઈંગ સ્ક્વોડની ટીમો સતત મોનિટરિંગ કરશે. ઉપરાંત રાજ્યમાં રોયલ્ટી સાથે કાયદેસર ખનીજ પરિવહન કરતા તમામ વાહનો માટે જીપીએસ સિસ્ટમ લાગૂ કરી દેવાઇ છે. આ સિસ્ટમ ચાલુ રાખવાનો નિયમ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે.                                              

ખનીજ ચોરીને બંધ કરવા માટે અને પારદર્શિતા જાળવવા માટે આ જીપીએસ સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે અને આ મામલે આકરા નિયમો લાદવામાં આવ્યાં છે. જો રોયલ્ટીધારક ખનીજ પરિવહન દરમિયાન જીપીએસ સિસ્ટમ સાથે કોઇ પણ પ્રકારકના ચેડાં કરશે તો રોયલ્ટી બંધ કરી દેવામાં આવશે. ઉપરાંત જો રોયલ્ટી ધારણ જીપીએસ સિસ્ટમ બંધ કરી વાહનને અન્યત્ર રૂટ પણ ડાઇવર્ટ કરશે તો પણ તેમની રોયલ્ટી બંધ થઇ જશે. આ સાથે આકરા દંડની પણ જોગવાઇ કરાઇ છે. ઉલ્લેખનિય છે કે, પહેલાથી રાજ્યમાં VTMS સિસ્ટમ એટલે કે, વ્હિકલ ટ્રેકિંગ મોનિટરિંગ સિસ્ટમ અમલી હોવા છતાં મોટાભાગના વાહનો ખનીજ પરિવહન દરમિયાન તેમના માન્ય GPS ઉપકરણો બંધ કરી દેતા હોવાનું સામે આવતા નવા નિયમને ચુસ્ત બનાવી દેવામાં આવ્યાં છે.