પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે. મહેશ વસાવા આદિવાસી સુપ્રીમો છોટુ વસાવાના દીકરા છે.   મહેશ વસાવા ઘણા સમય પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. હવે પોતાના કામને ન્યાય ન મળતો હોવાનો આરોપ લગાવી મહેશ વસાવાએ ભાજપ છોડવાનો નિર્ણય લીધો છે.  મહેશ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય રહી ચૂક્યા છે. 

પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા 2024માં BJPમાં જોડાયા હતા

ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપતાં આદિવાસી નેતા તરીકે જાણીતા મહેશ વસાવાએ કહ્યું હતું કે, 'ભાજપમાં કામને ન્યાય નથી મળતો.' જો કે, હવે આક્ષેપો અને નિરાશા સાથે તેમણે ભાજપ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે.  મહેશ વસાવા છોટુ વસાવાના પુત્ર છે. મહેશ વસાવા ડેડિયાપાડાથી પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. 

2024માં ભાજપમાં જોડાયા હતા

આદિવાસી દિગ્ગજ નેતા મહેશ વસાવા  11 માર્ચ 2024ના રોજ ગાંધીનગરના ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે ભાજપમાં જોડાયા હતા.  નર્મદા અને ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં બીટીપીનું સારું એવું પ્રભુત્વ છે. મહેશ વસાવાના ભાજપમાં જોડાઈ જવાને કારણે અનેક વિવાદ સામે આવ્યા  હતા.  મહેશ વસાવાના પિતા છોટુભાઈ વસાવા પોતે બીટીપી પાર્ટીના સંસ્થાપક છે. જ્યારે મહેશ વસાવાએ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે તેમને આ વાત જાણી મોટો ઝટકો લાગ્યો હતો. 

મહેશ વસાવા એક સમયે ડેડિયાપાડાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.  નર્મદા અને ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં BTPનું સારું એવું પ્રભુત્વ છે. મહેશ વસાવાના ભાજપમાં જોડાવાના નિર્ણયને કારણે એક સમયે વસાવા પરિવારમાં ઘમસાણ મચી ગયું હતું. 

BTPના સ્થાપક છોટુભાઈ વસાવા તેમના પુત્રના ભાજપમાં જવાના નિર્ણયથી નારાજ હતા.  તેમણે જારી કરેલા એક વીડિયો નિવેદનમાં ભાજપ પર આરોપ લગાવતા કહ્યું હતું કે ભાજપે તેમને ગેરમાર્ગે દોરીને તેમના પડખે લઈ લીધા છે.  જોકે, મહેશ વસાવા તે સમયે નિવેદન આપ્યું હતું કે,  આખી દુનિયા ભાજપમાં જોડાઈ રહી હોય તો તેને જવામાં શો વાંધો હોય શકે.

આદિવાસી વિસ્તારમાં વસાવા પરિવારનો દબદબો છે. મહેશ વસાવાના પિતા છોટુભાઈ વસાવા આદિવાસી સુપ્રીમો તરીકે ઓળખાય છે. આદિવાસી વિસ્તારમાં તેમની પકડ ખૂબ જ  મજબૂત છે. તમામ પક્ષો BTPને સાથે લેવા માટે લાઈનમાં ઉભા રહે છે.