નર્મદા:  ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાલમાં ગુજરાત પ્રવાસે છે. પૂર્વ રાષ્ટ્રપતિ ૧૭ ડિસેમ્બરના રોજ નર્મદા જિલ્લાની મુલાકાત અને તેમની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમના સૂચારા આયોજન અને પૂર્વ તૈયારીઓની સમીક્ષા માટે જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી બેઠકમાં સંબંધિત અમલીકરણ અધિકારીઓને સોંપાયેલી વિવિધ કામગીરી અને જવાબદારીઓ સુપેરે નિભાવવાની સૂચના સાથે જરૂરી માર્ગરદર્શન પુરુ પાડ્યું હતું.


જિલ્લા વિકાસ અધિકારી અંકીત પન્નુ, નાયબ પોલીસ અધિક્ષક જી.એ. સરવૈયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે. જાદવ, પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી, SOUDATGA ના નાયબ કલેકટર શિવમ બારીયા સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકમાં ચર્ચા થયા મુજબ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૧૭ ડિસેમ્બરે સવારે ૧૦=૧૫ કલાકે એકતાનગર હેલીપેડ ખાતે હેલીકોપ્ટર દ્વારા આવી પહોંચશે અને ત્યાંથી સીધા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની પ્રતિમા પાસે ભાવવંદના કરશે. 


ત્યારબાદ બપોરે ૧૧=૪૫ કલાકે ગરૂડેશ્વરમાં મા નર્મદા ઘાટ ખાતે શ્રી વિવેકજી દ્વારા આયોજીત અમૃતસ્ય માં નર્મદા પદ પરિક્રમાના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ ત્યાંથી એકતાનગર VVIP સરકીટ હાઉસ પહોંચશે અને બપોરે ૩=૩૦ કલાકે એકતાનગર હેલીપડે ખાતેથી ગાંધીનગર જવા રવાના થશે. 


ગુજરાતી ન ભણાવતી શાળા સામે કોર્ટની લાલ આંખ


પ્રાથમિક શિક્ષણમાં ગુજરાતી ફરજિયાત ભણાવવાની માંગની અરજી મામલે કોર્ટે સરકારને મહત્વની ટકોર કરી છે. ભય વિના પ્રીત નહિ.. જે બોર્ડ ગુજરાતી ભણાવવાનો ઇન્કાર કરે એમની સામે લેવાશે પગલાં. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવાની માંગ સાથે થયેલી અરજી પર કોર્ટમાં સુનાવણી થઈ હતી.


ભય વિના પ્રીત નહિ


કોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતા કહ્યું કે, ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવાનો સરકારનો જ નિર્ણય છે તો તેની અમલવારી કરાવવામાં સરકાર લાચારી ના બતાવે. જે શિક્ષણ બોર્ડ ગુજરાતમાં કાર્યરત રહેવા માંગતા હોય તેમણે સરકારની નીતિનું ચુસ્તપણે પાલન કરવું પડશે તેવી વાત પણ હાઇકોર્ટે કરી હતી. ગુજરાત બોર્ડ સિવાયના બોર્ડને પણ રાજ્ય સરકારની નીતિ લાગુ પડે છે. કોર્ટે સરકારને માર્મિક ટકોર કરતા કહ્યું કે, ભય વિના પ્રીત નહિ.


અરજદારે કોર્ટનું ધ્યાન દોર્યું


જે બોર્ડ ગુજરાતી ભાષા પોતાના અભ્યાસક્રમમાં સામેલ ન કરતા હોય તેમની સામે સરકારે કાર્યવાહી કરવી જોઈએ. રાજ્ય લાચાર હોઈ શકે નહીં પરંતુ તેમ છતાં જો સરકારને અમલવાદી કરાવવામાં લાચારી લાગતી હોય તો કોર્ટ જરૂરી હુકમ કરશે. માતૃભાષાનું ભણતર એ બાળકનો અધિકાર. તો બીજી તરફ સરકારની કોર્ટમાં રજૂઆત.. રાજ્યની તમામ શાળાઓએ પોતે ગુજરાતી ભાષા ભણાવે છે તેવું સર્ટિફિકેટ રજુ કરવાનું રહેશે. સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીઓ પાસેથી માહિતી એકત્રિત કરીને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરાશે તેવી સરકારની રજૂઆત. અરજદારે કોર્ટનું ધ્યાન દોર્યું.