વડોદરા: ટીમ ઈન્ડિયાના 2011 વર્લ્ડકપ વિજેતા ટીમના સભ્ય રહેલા પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ સામે વડોદરામાં ફરિયાદ નોંધાઈ છે. હિત રક્ષક કમિટીના પ્રેસિડેન્ટ દેવેન્દ્ર સુરતીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપતાં કહ્યું કે, BCAના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતાં મુનાફ પટેલે મોતની ધમકી આપી હતી. જે નંબર પરથી ફોન આવ્યો હતો તેનો નંબર પણ તેમણે મીડિયાને બતાવ્યો હતો.

તેમણે કહ્યું કે, "મુનાફ મને વાંરવાર મોતની ધમકી આપે છે. ચાર ટુકડા કરીને કમિશ્નરની ઓફિસે ફેંકી દઈશ તેવી ધમકી આપી હતી. જો મને કંઈ થશે તો તેનો જવાબદાર મુનાફ રહેશે. તેને ફાંસીની સજા થવી જોઈએ. જ્યારે જુઓ ત્યારે મને મારી નાંખવાની ધમકી આપે છે."



ભારતને 2011 વર્લ્ડકપમાં ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા ગુજરાતના ફાસ્ટ બોલર મુનાફ પટેલે નવેમ્બર 2019માં ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિના જાહેરાત કરી હતી. મુનાફે કરિયરમાં 13 ટેસ્ટ, 70 વન-ડે અને ત્રણ ટી20 મેચ રમી છે. જેમા તેણે અનુક્રમે 35, 86 અને 4 વિકેટ ઝડપી હતી.



મુનાફ પટેલને ઈખર એક્સપ્રેસના નામે ઓળખવામાં આવતો હતો. ઇંગ્લેન્ડ સામે 2006માં મોહાલીમાં ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર મુનાફે તે મેચમાં 97 રન આપીને 7 વિકેટ ઝડપી હતી. ભારતના ફાસ્ટ બોલર તરીકે ટેસ્ટ ક્રિકેટમાં તેના નામે આ રેકોર્ડ હતો. જેને 2013માં મોહમ્મદ શમીએ તોડ્યો હતો.

નવા મોટર વ્હીકલ એક્ટને લઈ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

સુપ્રીમ કોર્ટ ચિદમ્બરમને આપ્યો ઝટકો, આગોતરા જામીન અરજી ફગાવી; હવે ED કરી શકે છે પૂછપરછ

સુરતઃ પુત્ર જન્મની ખુશીમાં કિન્નરોએ માંગ્યુ દાપું, ન આપતાં પિતાનું માથું દિવાલ સાથે અથડાવીને થઈ ગયા અર્ધનગ્ન