અમરેલીઃ અમરેલી જિલ્લા પંચાયતના  પૂર્વ ઉપપ્રમુખ કેસૂર ભેડાએ આપઘાત કરી  લેતા ખળભળાટ મચી ગયો હતો. કેસૂર ભેડાએ આર્થિક સંકડામણના  કારણે આપઘાત કર્યો હોવાનું સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. પોલીસે  આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. મળતી જાણકારી અનુસાર અમરેલી જિલ્લા પંચાયતના  પૂર્વ ઉપપ્રમુખ કેસૂર ભેડાએ લીલીયાના સલડી નજીક ત્રિલોક ફૂડ પ્રોસેસ ફેકટરીમાં આપઘાત કરી લીધો હતો. લીલીયા પંથકમાં કેસુર ભેડાના આપઘાતથી શોકનો માહોલ સર્જાયો હતો.

પોલીસને તપાસ દરમિયાન સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં કેસૂર ભેડાએ લખ્યું હતું કે, સમાજમાં સારું સ્થાન હોવાથી સમાજને મોં કેમ બતાવવુ. તેમણે  ધારાસભ્ય પ્રતાપ દુધાત સાથે જોડી હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ થયેલો છે. કેસૂર ભેડાએ પ્રતાપ દુધાતને ભલામણ કરી છે કે,મારા પરિવાર કે કુટુંબમાંથી કોઈને જિલ્લા પંચાયત કે કોઈ ચૂંટણી ન લડાવવી. ઉપરાંત કેસૂર ભેડાએ વિપક્ષ પરેશ ધાનાણીને પણ પરિવારનું ધ્યાન રાખવાનુ લખ્યું હતું.