જૂનાગઢ: વિસાવદરના  પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ ખેડૂતોના પ્રશ્નોને લઈને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. તેમણે ખેડૂતોના સ્વાસ્થ્યની ચિંતા કરતા સીએમને રજૂઆત કરી છે. તેમણે એક પત્ર લખ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે, ખેડૂતો તથા ખેત મજુરોને ખેતીકામ દરમિયાન સર્પડંખ અને અન્ય જંતુ ડંખમાં અથવા વન્યપ્રાણીથી ઈજાના કેસમાં સરળતાથી અને નિ:શુલ્ક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે.


આ પ્રકારના કેસમાં આયુષ્માન કાર્ડમાં ફ્રી સારવાર મળી રહે તે માટે હર્ષદ રીબડીયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આ ઉપરાંત ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને મળી આ અંગે રજૂઆત કરી તેમજ આ સુવિધા વહેલી તકે મળી રહે તેવી માગ કરી છે. તમને જણાવી દઈએ કે, ખેતરમાં કામ કરતી વખતે અને રાત્રે પાણી વાળતી વખતે ઘણીવાર ખેડૂતો પર જંગલી જાનવરો હુંમલો કરે છે. આ ઉપરાંત ઝેરી જીવ જંતુઓ સાપ કે વીંછી જેવા જંતુના હુમલાથી ઘણીવાર ખેડૂતોએ જીવ પણ ગુમાવ્યો છે. તેથી આવા કિસ્સામાં જો ખેડૂતોને યોગ્ય અને ફ્રીમાં સારવાર આવવામાં આવે તેવી માગ હર્ષદ રિબડીયાએ કરી છે.


તમને જણાવી દઈએ કે, હર્ષદ રિબડીયા 2022માં કોંગ્રેસ છોડી બીજેપીમાં સામેલ થયા હતા. તેઓ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયા હતા અને ધારાસભ્ય બન્યા હતા. જો કે, 2022ની ચૂંટણી સમયે તેઓ કોંગ્રેસ છોડી બીજેપીમાં જોડાયા હતા. પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ હતી.


શું લખ્યું હર્ષદ રિબડીયાએ?


 




ખેડુત તથા ખેત મજદૂર ને ખેતી કામ દરમિયાન સર્પ ડંખ અન્ય જંતુ ડંખમાં કે વન્યપ્રાણી થી ઈજામાં આયુષમાન કાર્ડમાં ફ્રી સારવાર મળી રહે તે બાબતે આજરોજ રૂબરૂ ગાંધીનગર જઈ મુખ્યમંત્રી શ્રીને  કરી રજૂઆત. જય જવાન જય કિસાન


કોરોના બાદ નાની વયે હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા સતત વધી રહ્યાં છે. માત્ર દ્રારકા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 2 લોકોએ હાર્ટ અટેકના કારણે જિંદગી ગુમાવી છે. ખંભાળિયામાં ઠાકર શેરડીના 42 વર્ષીય ખેડૂતનુ ખેતરમાં કામ કરતી વખતે અચાનક હાર્ટ અટેક આવતા તેમનું મોત થયું છે તો બીજી તરફ પ્રેમજીભાઈ કણજારીયાનું પણ  ખેતરમાં કામ કરતી વખતે જ અટેક આવતા મોત થયું છે.