ભાવનગરઃ શહેરના વિજયરાજનગરમાં નિવૃત્ત પોલીસ અધિકારીના પરિવારના ચાર સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી લેતાં સમગ્ર શહેર અને પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. નિવૃત્ત ડીવાયએસપીના પુત્રએ પોતાની પત્ની અને બે દીકરીઓ સાથે સામૂહિક આત્મહત્યા કરી લીધી છે.

મળતી વિગતો પ્રમાણે, રિટાયર્ડ ડીવાયએસપી નરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજાએ રિવોલ્વર વડે ફાયરિંગ કરી આત્મહત્યા કરી હોવાની વિગતો સામે આવી છે.