Gujarat : રાજ્યમાં આત્મહત્યાની જુદી જુદી ચાર ઘટનાઓ સામે આવતા ચકચાર મચી ગઈ છે. રાજ્યમાં રાજકોટ, બાવળા, ભાવનગર અને સુરતમાં આત્મહત્યાની ચાર ઘટના ઘટી છે. રાજકોટમાં 25 વર્ષીય યુવકના આપઘાતથી પરિવાર માથે આભ તૂટ્યું છે.
ગુજરાતમાં આત્મહત્યાની ચાર ઘટના
રાજકોટનો સેટેલાઇટ ચોક વિસ્તાર, જ્યાં યુવકે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ.બ્રહ્માણી પાર્કમાં રહેતા રોહિત રૈયાણીએ શેરબજારમાં 67 લાખ ગુમાવ્યા હતા.ત્યારથી તે તણાવમાં હતો અને ગત મોડી રાત્રે આ પગલુ ભર્યું.
રાજકોટમાં મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસે બ્રહ્માની પાર્કમાં રહેતા એક 25 વર્ષીય યુવાને આપઘાત કરી લીધો છે. રોહીત ગોરધનભાઇ રૈયાણી (ઉવ.25)એ રાત્રે પોતાના રૂમમાં બારીની લોખંડની જાળીમાં સાલબાંધી ગળાફાંસો ખાઇ લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શેરબજારમાં 67 લાખ રૂપિયા ડૂબી જતા યુવાને આ અંતિમ પગલું ભર્યું હતું. 25 વર્ષીય યુવકની આત્મહત્યાથી તેના પરિવાર માથે આભ તૂટી પડ્યું છે.
તો અમદાવાદના બાવળા તાલુકાની શિયાળ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી. શાળાની છત પર જ શિક્ષકે આ પગલું ભર્યું.હાલ તો પોલીસે અન્ય શિક્ષકો અને સ્ટાફના નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગરના ચિત્રા સીદસર રોડ પાસે રહેતા આધેડે ઘર કંકાસ અને આર્થિક સંકડામણથી કંટાળી કુવામાં પડતુ મુકી જીવન ટુંકાવ્યું. આત્મહત્યા પહેલા ટિફિનમાં સ્યુસાઇડ નોટ લખી દીકરાને પરિવારનું ધ્યાન રાખવા કહ્યું.મૃતક યોગેશબાઇ 19 માર્ચથી ગુમ હતા.સાત દિવસ બાદ ઘર નજીક આવેલા એક કુવામાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો
સુરતના ઓલપાડના સાયણ ગામે યુવકે સાસરિયાના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી.આત્મહત્યા પહેલા યુવકે વીડિયો બનાવ્યો જેમાં પત્નીથી લઇને સાસુ અને સસાર ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવ્યો.ત્યારબાદ મોટા ભાઇને વીડિયો મોકલી ટ્રેન નીચે પડતુ મુકી આત્મહત્યા કરી.