પાટણ જિલ્લામાં કોરોનાના નવા ચાર કેસ નોંધાયા, એકનું મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Jun 2020 05:35 PM (IST)
પાટણમાં કોરોના વાયરસના નવા ચાર કેસ નોંધાયા છે. જ્યારે એક વ્યક્તિનું કોરોના વાયરસના કારણે મોત થયું છે.
પાટણ: પાટણમાં કોરોના વાયરસના નવા ચાર કેસ નોંધાયા છે. જ્યારે એક વ્યક્તિનું કોરોના વાયરસના કારણે મોત થયું છે. પાટણ જિલ્લામાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 100ને પાર પહોંચી છે. પાટણના માતપુરના 67વર્ષના આધેડને કોરોના પોઝિટીવ આવ્યો છે. શહેરના પિંજારકોટ વિસ્તારના 52 વર્ષના આધેડને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સિવાય સિદ્ધપુરના કલ્યાણાની 54 વર્ષની મહિલાને કોરોના પોઝિટીવ છે. સમીના દુદખા ગામના 64 વર્ષના આધેડને અમદાવાદ ખાતે સારવાર દરમ્યાન પોઝિટિવ આવતાં મોત થયું છે. હાલ પાટણ જિલ્લામાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા 101 પર પહોંચી છે. પાટણ જિલ્લામાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં કુલ 8 લોકોના મોત થયા છે.