મળતી માહિતી પ્રમાણે કારમાં સવાર પાંચેય યુવકો મુંબઈથી રાજસ્થાન એક પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યાં હતા. કાર એટલી ઓવરસ્પીડ હતી કે તેનું ટાયર ફાટતા કાર રેલિંગ સાથે અથડાઈને એક્સપ્રેસ હાઈવે પરથી 20 ફૂટ નીચે ખાબકી હતી. જેથી કારમાં સવાર પાંચમાંથી ચારના ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા.
આ ઉપરાંત એકને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડ અને પોલીસ કાફળો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. અકસ્માતનો ભોગ બનેલા યુવકો મુંબઈમાં બિઝનેસ કરતા હતા. અકસ્માત થતાં હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.