વલસાડ:  વલસાડમાં સસ્તા ભાવે સોનુ આપવાની લાલચ આપીને લાખોની રુપિયાની છેતરપિંડીની ઘટના બની છે. વાપીમાં રહેતા એસ્ટેટ એજન્ટ આમીન અકબરભાઈ લાખાણી તેમના મિત્ર સોહિલ સફરભાઈ હિરાણી એક રાજુભાઈ નામની વ્યક્તિ ઓછા ભાવે સોનાની બિસ્કીટ આપતા હોવાની વાત કરીને વિશ્વાસમાં લઈ તેના ઓળખીતા આરીફ રાજુ ઉર્ફે યુસુફ ચાચા રાજુભાઇ નામની વ્યકિત ઓછા ભાવે સોનાની બિસ્કીટ આપતા હોવાની વાત કરી વિશ્વાસમાં લઇ સોહીલ હિરાણીએ તેના ઓળખીતા આરીફ ઉર્ફે રાજુભાઇ તથા યુનુસભાઇ ઉર્ફે યુસુફ ચાચા તથા પ્રવિણ છગનભાઇ સાથે ફરીયાદીને મીટીંગ કરાવી સેમ્પલ તરીકે એક અસલ સોનાની બિસ્કીટ ફરીયાદીને બતાવી તેની પાસે ચેક કરાવતાં તે અસલ સોનું હોવાનુ જણાઇ આવતા ફરીયાદી વધુ વિશ્વાસમાં આવી ગયા હતા. 


સોનું ઓછામાં ઓછુ એક કિલો લેવુ પડશે તેવી આરોપીઓએ વાત કરતા ફરીયાદી અમીન અકબરભાઇ લાખાણીએ તેના ઓળખીતા જયશ્રીબેનનો સંપર્ક કરી સસ્તા ભાવે મળતા સોનાની વાત કરતા તેઓ પણ વિશ્વાસમાં આવ્યા અવાર નવાર મીટીંગો કરી ગઇ તા.૧૭/૧૨/૨૦૨૨ ના રોજ આરોપીઓ સોહીલભાઇ તથા આરીફ ઉર્ફે રાજુભાઇ તથા વિજયભાઇને તેઓના ઓળખીતા પ્રવિણભાઇ છગનભાઇ પટેલના ધરમપુર બારસોલ ખાતે આવેલ ઇન્ડિયન નોન જયુડીશીલ લખેલ બંગલામાં ફરીયાદી અમીન લાખાણી તથા તેમના ઓળખીતાઓને લઇ જઇ ત્યાં આરોપીઓએ ઇશ્વરભાઇ નામના ઇસમ સાથે મુલાકાત કરાવી અમીન લાખાણી રોકડા રૂપિયા લઇ આવેલ હોવાની વાત કરી અને તેઓએ અમીન લાખાણીને સોનાના બિસ્કીટ બતાવ્યા અને થોડીવારમાં 5 ઇસમો તથા એક સ્ત્રી ત્યાં સ્થળ પર આવી પોલીસ તરીકે રેઇડ પાડી ગાંધીનગર પોલીસ હોવાની ઓળખ આપી હતી.  તમામને ડરાવી ધમકાવી નીચે બેસાડી દઇ ફરીયાદી અમીન લાખાણી પાસેના રોકડા રૂ.૩૭,૦૦,૦૦૦/- તથા આરોપીઓ લાવેલ સોનાના બિસ્કીટ નો કબજો લઇ ફરીયાદી તથા તેની સાથેના માણસો તથા બીજા મળતિયાઓને પણ તેઓની ઇનોવા કાર તથા ફરીયાદીની ઇકો કારમાં બેસાડી ગાંધીનગર તરફ લઇ જવા રવાના થઇ ને,હા.નં.૪૮ હાઇવે ઉપર ચીખલી તરફ લઇ જઇ પોલીસ તરીકે ઓળખ આપનાર ઇસમોએ ફરીયાદી પાસે પતાવટ કરવા માટે ૧૦ લાખની માંગણી કરતાં ફરીયાદી સાથેના જયશ્રીબેન પાસે પર્સમાં રાખેલ રોકડા રૂ.૨,૦૦,૦૦૦/- લઇ તમે વહીવટ કરી દીધો છે. 


તમારૂં નામ નહીં આવે તેવું જણાવી ફરીયાદી તથા સાહેદને ઇકો કાર સાથે રસ્તામાં છોડી દઇ મોકલી આપી બાકીના તમામ ઇસમો રોકડા રૂ.૩૯,૦૦,૦૦૦/- લઇ ફરાર થઇ જઇ ફરીયાદી અમીન લાખાણી તથા તેના ઓળખીતાને સસ્તા ભાવે સોનાના બિસ્કીટ આપવાની લાલચ આપી તેઓ સાથે વિશ્વાસઘાત ઠગાઇ કરી પોલીસની ખોટી ઓળખ આપી ડરાવી ધમકાવી પૈસા પડાવી લઇ ગયેલાનો ગુન્હો બનવા પામેલ હોય જે અંગે ભોગ બનનાર ફરીયાદી અમીન અકબરભાઇ લાખાણી રહે, વાપી કસ્ટમ રોડ, ખોજા સોસાયટી તા વાપી જી.વલસાડ નાઓએ તા.૨૩/૧૨/૨૦૧૨ ની રોજ ધરમપુર પો.સ્ટે.માં ફરીયાદ આપતાં ધરમપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો. 


સમગ્ર મામલે પોલીસ દ્વારા જીણવટભરી તાપસ હાથ ધરાઈ હતી સમગ્ર મામલે  LCB વલસાડ દ્વારા ટીમો બનાવી બનાવ સ્થળ તેમજ આજુબાજુના સીસીટીવી  ફુટેજ તેમજ ટેકનીકલ એનાલીસીસ આધારે વર્ક આઉટ કરતા હતા દરમિયાન LCB વલસાડના પીએસઆઈ  કે.એમ.બેરીયાને મળેલ બાતમી આધારે ગુના કામે સંડોવાયેલ આરોપી યુનુસ ઉર્ફે ચાચા સતારભાઇ મેમણ ઉ.વ.૫૪ રહે, હાલ ધરમપુર મસ્જીદ ફળીયા, જુના પોલીસ સ્ટેશનની પાછળ, પીર ગલીમાં તા.ધરમપુર જી.વલસાડ મુળ રહે ગામ-બોરડા તા.મહુવા જી.ભાવનગરને પકડી પાડી. આ આરોપી પાસેથી રોકડા રૂ.૩૮,૫૦,૦૦૦/- રીકવર કરવામાં આવેલ છે.