Crime news:સુરતમાં એક સાથે ત્રણ લોકોની હત્યા કરી દેવાઇ છે. ત્રિપલ હત્યા કાંડમાં બે આરોપીની ધરપકડ કરાઇ છે. સમગ્ર ઘટના શું છે જાણીએ


સુરતમાં કારખાના માલિકની સહિત બે લોકોની હત્યા કરાઇ છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો. નોકરીમાંથી છૂટા કરાતા કામદાર અને અન્ય સાગરીતોએ કારખાના માલિક અને ત્રણ શખ્સોને મોતને ઘાટ ઉતાર્યા હતા. .... શહેરના અમરોલી વિસ્તારમાં વેદાંત ટેક્સો નામના કારખાના માલિકે કોઈ કારણોસર કારીગરને છૂટો કર્યો હતો.જે બાદ ઉશ્કેરાયેલા કામદારે પોતાના સાગરીતો સાથે વહેલી સવારે કારખાને પહોંચ્યો અને છરી વડે હુમલો કરી માલિક કલ્પેશભાઈ, ધનજીભાઈ, ઘનશ્યામભાઈ નામના વ્યક્તિની હત્યા કરી દીધી હતી.  .. હત્યા બાદ હુમલો કરનાર  કામદાર અને તેના સાગરીતો ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા.  તો ઘટનાને પગલે કારખાના માલિકોમાં ભારે રોષ ફેલાયો છે..... હાલ આ કેસમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી છે. 2 આરોપીની ઘરપકડ કરી દેવાઇ છે.


ઘટનના પગલે સ્થાનિકોમાં ભારે રોષ છે. લોકોનું કહેવું  છે કે, કારખાનામાં કામ કરનાર કારીગરો પરપ્રાંતિય છે અને અસામજિક પ્રવૃતિ સાથે જોડાયેલા છે. ઘટનાના પગલે પોલીસ ઘટના સ્થળે તાબડતોબ પહોંચી ગઇ હતી. 2 આરોપીની અત્યાર સુધીમાં ધરપકડ કરી લેવાઇ છે. પીએમ માટે ત્રણેયના મૃતદેહને હોસ્પિટલ લઇ જવાઇ છે. પ્રાથમિક માહિતી મુજબ આરોપી ઓડિશાના હોવાનું જાણવા મળ્યું છે.


Accident : બનાસકાંઠાના થરા-રાણકપુર નજીક ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્બાર અકસ્માત, 4નાં મોત


Accident :બનાસકાંઠાના થરા-રાણકપુર નજીક ટ્રેલર અને કાર વચ્ચે ગોજારો અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે  થરા રેફરલ હોસ્પિટલ લઇ જવાયા છે.  


કાંકરેજના થરામાં મોડી રાત્રે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.રાણકપુર નજીક ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક ગામના 4 મિત્રોના એક સાથે મોત થતાં સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. તમામ મૃતક કાંકરેજના ઉંણ ગામના હોવાનું જાણવા મળ્યું છે.  મૃતકોમાં રામચંદ્રસિંહ વાઘેલા ઉણ (30વર્ષીય),યુવરાજસિંહ વાઘેલા .આશરે 30 વર્ષીય,યોગેન્દ્રસિંહવાઘેલા આશરે 35, અને ભાવિકકુમાર શાહના 30 વર્ષના હતા. પોસ્ટમાર્ટમ બાદ ચારેયના મૃતદેહને તેમના ગામ રવાના કરાશે.


HIT & RUN: બગોદરા ધોળકા હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનામાં બે યુવકોના મોત


અમદાવાદ: બગોદરા ધોળકા હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.  બગોદરાના ગાંગડ ગામ પાસે કારચાલકે બે બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે બાઇક સવારના મૃત્યુ થયા છે.









જેમાં કૃષ્ણકાંત મોટરસાયકલ રાજકોટથી ખરીદીને ઘર તરફ જઈ રહ્યો હતો. જેના નંબર હતા KTM બાઇક નંબર GJ.03. KA.2623. કૃષ્ણકાંત રાઠોડની ઉંમર  21 વર્ષની હતી અને તે દાહોદનો રહેવાસી હતો. જ્યારે બીજો વ્યક્તિ ડિસ્કવર બાઈક ચાલક હતો. જેમાં નંબર હતા GJ.01. NG.2669 હતો. આ ચાલકનું નામ રણછોડ વજુભાઈ ચૌહાણ હતું. અજાણ્યો કાર ચાલક બંનેના મોત નીપજાવી નાસી છૂટ્યો હતો. આ અકસ્માતમાં રમેશભાઈ સોલંકી નામના વ્યક્તિુને ઈજા પહોંચી છે. તે માંડલી ગામનો રહેવાસી છે.