જૂનાગઢઃ સૌરાષ્ટ્ર ભાજપના સિનિયર નેતાની રેસ્ટોરન્ટમાંથી જુગારધામ પકડાયું છે. જૂનાગઢ મહાનગર ભાજપના પૂર્વ પ્રમુખ કરશનભાઇ ધડુકની રેસ્ટોરન્ટમાંથી એસઓજીએ જુગાર રમતા 20 શખ્સોને ઝડપી લીધા છે. આરોપીઓમાં 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસે દરોડો પાડીને 14 લાખથી વધુની રોકડ પણ કબ્જે લીધી છે.
મળતી માહિતી પ્રમાણે, કરશનભાઇ ધડુકની માલિકીની ગાર્ડન રેસ્ટોરન્ટ એસએલ પાર્ક સક્કરબાગની સામે આવેલી છે. અત્યારે રેસ્ટોરન્ટ બંધ છે, પરંતુ કોમર્શિયલ કોમ્પલેક્ષ, હોલ તેમજ ઓફિસ કાર્યરત છે. પોલીસને અહીં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ગઈ કાલે બપોરે રેડ પાડી હતી.
જુગાર રમતા પકડાયેલા લોકોની વાત કરીએ તો, મનીષ કરશનભાઇ ધડુક (ઉ. 49), વિરલ કરશનભાઇ ધડુક (ઉ. 40), અજય મગનભાઇ લીંબાસિયા (ઉ. 39), પ્રવિણભાઇ ધનજીભાઇ પીપળિયા (ઉ. 44), હાજાભાઇ રાણાભાઇ મુળિયાસિયા (ઉ. 61), જેન્તીભાઇ બચુભાઇ ડોબરિયા (ઉ. 60), કિશન ધનસુખભાઇ કાપડી (ઉ. 20), ગોવિંદ મેરામણભાઇ ચાવડા (ઉ. 38), કરશનભાઇ નારણભાઇ કાબરિયા (ઉ. 43), જલ્પેશ કિરીટભાઇ પંડ્યા (ઉ. 31), ધર્મેન્દ્ર અરવિંદભાઇ રૂપારેલિયા (ઉ. 33), મિલન જગદીશભાઇ રાયચુરા (ઉ. 22), મહેશ ધીરૂભાઇ સેંજલિયા (ઉ. 44), ગોવીંદભાઇ પોપટભાઇ દઢાણિયા (ઉ. 61), કારાભાઇ દાનાભાઇ કરમટા (ઉ. 33), સાજણભાઇ જોધાભાઇ આંબલિયા (ઉ. 40), દેવાયતભાઇ કુંભાભાઇ આંબલિયા (ઉ. 42), પ્રદિપ કિર્તીભાઇ ત્રિવેદી (ઉ. 28), ગીતાબેન ચમનભાઇ વાંસજાળિયા (ઉ. 40) અને હેતલબેન જીજ્ઞેશભાઇ વઘાસિયા (ઉ. 32) નો સમાવેશ થાય છે.
જૂનાગઢ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર એમ જુદા જુદા જિલ્લાઓમાંથી લોકો જુગાર રમવા આવ્યા હતા. પોલીસે જુગાર પર દરોડો પાડી રૂ, 14,20,335 ની રોકડ સહિત કુલ રૂ. 49,81,335 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવમાં ખુદ એસઓજી પીએસઆઇ વાળા ફરિયાદી બન્યા છે. બનાવ અંગે બી ડિવીઝન પોલીસમાં ગુનો નોંધાયો છે.
સૌરાષ્ટ્રમાં ભાજપના ક્યા સિનિયર નેતા પોતાની રેસ્ટોરન્ટમાં જુગાર રમાડતાં ઝડપાયા ? કેટલા જુગારીની ધરપકડ ? કેટલા લાખ રોકડા પકડાયા ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Nov 2020 10:07 AM (IST)
કરશનભાઇ ધડુકની માલિકીની ગાર્ડન રેસ્ટોરન્ટ એસએલ પાર્ક સક્કરબાગની સામે આવેલી છે. અત્યારે રેસ્ટોરન્ટ બંધ છે, પરંતુ કોમર્શિયલ કોમ્પલેક્ષ, હોલ તેમજ ઓફિસ કાર્યરત છે. પોલીસને અહીં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ગઈ કાલે બપોરે રેડ પાડી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -